Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાજકોટના ૬ મેગા પ્રોજેકટ અંગે કાલે મુખ્યમંત્રીની કલેકટર સાથે ખાસ વીસીઃ નવું એરપોર્ટ-ખીરસરા GIDC-હક ચોકસી અંગે સમીક્ષા

૧પમીથી મગફળીની ઓનલાઇન ખરીદીઃ બપોરથી તમામ મામલતદાર પ્રાંત સાથે કલેકટરની બેઠકઃ સર્વર કનેકટીવીટીમાં ધાંધીયાઃ ભાવાંતર મુદ્દા અંગે પણ ખાસ ચર્ચા

રાજકોટ તા. ૧રઃ કેન્દ્ર-ગુજરાત સરકારે છેલ્લા એક વર્ષમાં રાજકોટને ૬ મહત્વના મેગા પ્રોજેકટની ભેટ આપી છે, આ તમામ પ્રોજેકટ અંગેનું કામ કેટલું થયું, કયાં પહોંચ્યું, મુશ્કેલી વિગેરે તમામ બાબત અંગે ખાસ સમીક્ષા કાલે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યોજી છે, રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તા તમામ વિગતો આપશે.

આ ૬ પ્રોજેકટમાં હીરાસર પાસેનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફોરેસ્ટ પાસેથી મેળવાયેલ જમીનનું સ્ટેટસ શું છે, તથા ત્યાંની પ એકર જમીનમાં જે લોકો વસવાટ કરતા હતા, તે તમામ વિસ્થાપીતોનું કયાં સ્થળાંતર કરાયું તે અંગે વિગતો મેળવાશે.

તાજેતરમાં ખીરસરા જીઆઇડીસીમાં સેંડકો એકર જમીન અપાઇ છે, હવે વધુ જમીન આપી શકાય કે કેમ, જો શકય હોય તો દબાણ છે કે કેમ, કયાં પ્રકારની જમીન છે તેઅ ંગે સમીક્ષા થશે.

મહત્વનો પોઇન્ટ એ છે કે ૧૯૭ર પછી રાજકોટમાં ડીઆઇએલઆર દ્વારા લોકોના મકાન, ફલેટ, જમીન-પ્લોટ વિગેરે અંગે હકચોકસી થઇ નથી, તો અત્યારે કામ કેટલું બાકી છે, તે ઉપરાંત હાલ સુચિત સોસાયટી રેગ્યુલાઇઝડ કરવાની કામગીરી ચાલુ છે, તેમાં કામ કેટલું થયું, કેટલું બાકી તેની સમીક્ષા થશે.

આ ઉપરાંત પડધરી નજીક રેલ્વે કર્ન્ટનર ડેપો બનાવવા માટે કલેકટર તંત્રે બજાર ભાવે જમીન આપી છે, તેના રેલ્વે એ ૩૬૦ કરોડથી વધુ ભરવાના થાય છે, હાલ રાજકોટ રેલ્વે પાસે એટલા નાણા ઉપલબ્ધ નથી, લોન લેવા અંગે મુદત માંગી છે, આ મુદત વીતી ગઇ હવે તેમાં વધારો કરવા અંગે રેલ્વેની ડીમાન્ડ છે તે મુદ્દે પણ મુખ્યમંત્રી સમીક્ષા કરશે.

દરમિયાન આજ બપોરથી મગફળીના ઓનલાઇન રજીસ્ટ્રેશન અંગે કલેકટર રાહુલ ગુપ્તાએ મહત્વની મીટીંગ મામલતદારો-પ્રાંત અધીકારીઓ સાથે યોજી છે, ૧પમીથી ઓનલાઇન ખરીદી ચાલુ થશે, પણ ખેડુતોને ઓનલાઇનમાં સર્વરમાં મોટા ધાંધીયા સહન કરવા પડે છે, ભાવાંતર મુદ્દે પણ નડી રહ્યો છે, આ બાબતે પણ સમીક્ષા થશે.

(3:16 pm IST)