Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાજકોટમાં આવાસ યોજનાના ફ્લેટમાં પાંચમા માળેથી પટકાતા જેતપુરના વૃદ્ધ હસમુખભાઈનું મોત :અરેરાટી

લિફ્ટ આવી ગયાનું સમજી પ્રવેશ કરતા પાંચમા માળેથી નીચે પટકાયા

રાજકોટ એસટી વર્કશોપ પાછળ મુખ્યમંત્રી આવાસ યોજના નર્મદા ટાઉનશીપમાં દુર્ઘટના ઘટવા પામી છે. થોડા સમય પહેલા જે આવાસ યોજનાની સોંપણી કરવામા આવી હતી. તે આવાસ યોજનાના પાંચમા માળે જેતપુરના હસમુખભાઈ નામના વૃધ્ધે લિફટનુ બટન દબાવતા લિફટનો ડોર ખુલી ગયો હતો. જો કે લિફટ આવી ગયાનુ સમજી પ્રવેશ કરતા તેઓ પાંચમા માળથી નીચે પટકાયા હતા.જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા માલવીયા નગર પોલિસનો કાફલો દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે વીર નર્મદ ટાઉનશિપ તાજેતરમાં જ નિર્માણ પામી છે જેને હજુ છ મહિના જેટલો પણ સમય વિત્યો નથી ત્યાં લિફ્ટના ધાંધિયા શરૂ થયા છે. આ મામલે રહેવાસીઓ અનેક વાર રજુઆત કરી છે તેમ છતા હજુ સુધી કોઈ નિરાકરણ લાવવામા આવ્યુ નથી.તેમ રહીશોનું કહેવું છે

(10:12 pm IST)