Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ક્લીન ઇન્ડિયા – ૨૦૨૧: રાજકોટના શાસ્ત્રી મેદાન પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ - ૧૮૦ કિલો સિંગલ યુઝડ પ્લાસ્ટિક એકત્રિત કરાયું

   ફોટો medan

રાજકોટ :ક્લીન ઇન્ડિયા અભિયાન ૨૦૨૧ અંતર્ગત રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા રોજબરોજ વિવિધ વિભાગ અને જનસહયોગથી સિંગલ યુઝડ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત આજ રોજ શાસ્ત્રી મેદાન પરિસરમાં નહેરુ યુવા કેન્દ્ર-રાજકોટ તથા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી-રાજકોટના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
 આ અભિયાનમાં નહેરુ યુવા કેન્દ્ર-રાજકોટ, જિલ્લા યુવા અધિકારી  સચિન પાલ તથા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, રાજકોટના ઓફિસ આસીસ્ટન્ટ  ગૌરાંગ પંડ્યાની સાથે પ્રભુનાથ ઓઝા,સિફ્ટન સૈયદ,  પિયુષ મકવાણા સહિતના અન્ય ૨૦ જેટલા વોલન્ટીયર્સ જોડાયા હતા. તેઓએ સાથે મળીને શાસ્ત્રી મેદાન પરિસરમાં કુંડલીયા કોલેજ તરફની સાઈડના અંદરના ભાગની વિવિધ જગ્યાઓ પર સફાઈ અભિયાન હાથ ધરીને કુલ ૧૮૦ કિલો જેટલું સિંગલ યુઝડ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું.

(7:00 pm IST)