Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજકોટ જિલ્લા કાયદો અને વ્યવસ્થા સમિતિની બેઠક મળી

જેલ સેવા અને કામગીરી, હથિયાર પરવાના, અસામાજિક તત્વો પર કાર્યવાહી, ટ્રાફિક વ્યવસ્થા, જાહેરનામા અમલવારી,સી.આર.પી.સી અંતર્ગત કાર્યવાહી સહિતના મુદ્દે સમીક્ષા કરાઈ

રાજકોટ :જકોટના કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક મળી હતી.
 આ બેઠકમાં એસ.ડી.એમ કક્ષાએ વિવિધ પેન્ડિંગ અરજી ની સમીક્ષા કરી સમયમર્યાદામાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
 આ બેઠકમાં જેલ સેવા અને કામગીરી, હથિયાર પરવાના,  અસામાજિક તત્વો પર કાર્યવાહી, ટ્રાફિક વ્યવસ્થા, જાહેરનામા અમલવારી,સી.આર.પી.સી અંતર્ગત કાર્યવાહી સહિતના મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.
  આ બેઠકમાં રાજકોટ રૂરલ એસપી બલરામ મીણા,ડી સી.પી પ્રવિણકુમાર, અધિક કલેકટર કેતન ઠક્કર, જેલ અધિક્ષક બન્નો જોશી, પ્રાંત અધિકારી જી.વી.મિયાણી ,વિરેન્દ્ર દેસાઈ,ચરણસિંહ ગોહિલ, પુજા જોટંગીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:51 pm IST)