Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મોંઘવારી સાથે ભાજપનું ફંડ વધે રે લોલ..... મધ્યમ વર્ગનું જીવતર દોહ્યલું બને રે લોલ...

મોંઘવારીમાં પિસાતી પ્રજાનો પડઘો પાડવા મોંઘવારી વિરોધના ગરબાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં આશ્ચર્યજનક કાર્યક્રમ

રાજકોટઃ પેટ્રોલ-ડિઝલ, સીએનજી, રાંધણગેસ, શાકભાજી સહીતની જરૂરીયાતોની ચીજવસ્તુઓના ભાવો વધારી મધ્યમ વર્ગની જનતાનું જીવતર દોહ્યલું બનાવી રહેલી ભાજપ સરકાર સુધી પ્રજાની પરેશાનીનો પડઘો પાડવા રાજકોટના મવડી પ્લોટ વિસ્તારના કૃષ્ણનગર મેઇન રોડ ઉપર પ્રદેશ મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની આગેવાની હેઠળ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા કાર્યકરો અને સ્થાનીક મહિલાઓએ 'મોંઘવારી સાથે ભાજપનું ફંડ વધે રે લોલ..., મધ્યમ વર્ગનું જીવતર દોહ્યલું કેમ બને એ સોહ્યલું રે લોલ... જેવા ગરબા ગાઇ તેલના ડબ્બા અને ખાલી રાંધણગેસના બાટલાને ઢોલ બનાવી વિરોધનો માહોલ પ્રદર્શીત કરવામાં આવ્યો ત્યારની તસ્વીરમાં ગાયત્રીબા વાઘેલા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, શહેર મહિલા કોંગ્રેસના મનીષાબા વાળા સહીતના આગેવાનો અને કાર્યકરો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:10 pm IST)