Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મનપામાં જુ.કલાર્કની ૧૨૨ જગ્યા ભરવા ૨૪મીએ લેવાશે પરીક્ષા

૪૫ હજાર ઉમેદવારોઃ અમદાવાદ, ગાંધીનગર, સુરત,જૂનાગઢ, જામનગર સહિતનાં ૬ જગ્યાએ પરીક્ષાનું આયોજન

રાજકોટઃ મહાનગર પાલિકામાં ૧૨૨ જેટલા જુનિયર કલાર્કની ભરતી માટે ૨૪ ઓકટોમ્બરનાં પરીક્ષા ૬ જગ્યા પર લેવામાં આવશે. આ ખાલી જગ્યા ભરવાજાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવી હતી. જેમાં ૪૫,૩૯૭ ઉમેદવારોએ અરજી કરી છે.

આ અંગે મનપાનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા  પ્રમાણે  જુનિયર કલાર્કની ભરતી માટે ૨૪ ઓકટોમ્બરનાં પરીક્ષા રાજકોટ, સુરત, ગાંધીનગર, અમદાવાદ, જામનગર, જૂનાગઢ સહિતનાં  ૬ જગ્યા પર ૮૧ બિલ્ડીંગ, ૧૬૦૦ બ્લોકમાં ખાનગી એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવશે.

જે ભરતી કરવાની થાય છે તેમાં પુરૂષો માટે ૪૨ સામાન્ય, આદિજાતિ માટે ૨૩, અનુજાતિ માટે ૨૩, સામાજીક પછાત માટે ૮, અનુ.જાતિ માટે ૮ અને અનુ.જનજાતિ માટે ૨૭ જગ્યાઓ ભરવાની છે. જ્યારે મહિલા અનામતની કેટેગરીમાં ૧૪ સામાન્ય, આદિજાતી માટે ૪, અનુજાતિ માટે ૨, અનુજનજાતિ માટે ૯ જગ્યાઓ છે તથા શારીરિક અશકત માટે ૩ જગ્યાની ભરતી થશે. અત્રે નોંધનીય છે કે, મનપામાં અગાઉ ૨૦૧૮માં ૫૫ જુ.કલાર્કની ભરતી કરવામાં આવી હતી ત્યારબાદ આ સૌથી મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

(4:05 pm IST)