Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

શાળાઓમાં પ્રવેશ અંગે 'આપ' દ્વારા રજૂઆત

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં નર્સરીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા માટે ૨૬-ઓગષ્ટ ૨૦૨૧ના રોજ ડ્રો સિસ્ટમ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. તેમાં ઘણા વાલીઓના બાળકો પ્રવેશથી વંચિત રહી ગયેલ હોય ખાલી પડેલ વર્ગ માટે લોઅર કે.જી. અને હાયર કે.જી.માં પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવા સામસામી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ હતી. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વધારો કરવા આમ આદમી પાર્ટી શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા, રમત ગમત સેલ પ્રમુખ આયુવનસિંહ ચુડાસમા, સી.વાય.એસ.એસ. પ્રમુખ સુરજભાઇ બગડા, પર્યાવરણ સેલ પ્રમુખ ભાવેશભાઇ પટેલ, મહિલા ઉપપ્રમુખ ખેરૂનબેન ભુવડ, આર.ટી.ઇ.સેલ પ્રમુખ નાથાલાલ ચિત્રોડા, યુવા ઉપપ્રમુખ પ્રણવભાઇ ગઢવી રજૂઆતમાં સાથે જોડાયા હતા તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે.

(3:55 pm IST)