Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અકાલી હિન્દુ સેના દ્વારા શુક્રવારે શસ્ત્રપૂજન - શોભાયાત્રા

મણીઆર હોલથી પ્રસ્થાન : નિયત રૂટ પર ફરી ત્રિકોણબાગે સમાપન : સવારે ધર્મસભાનું પણ આયોજન

રાજકોટ તા. ૧૩ : આગામી તા. ૧૫ ના શુક્રવારે મહાવિજયા દશમી પર્વ છે. આશુરી શકિત પર દૈવી શકિતના આ તહેવાર નિમિતે અકાલી હિન્દુ સેના દ્વારા શસ્ત્ર પૂજન, ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા અકાલી હિન્દુ સેનાના આગેવાનોએ જણાવ્યા મુજબ તા. ૧૫ ના શુક્રવારે સવારે ૮ વાગ્યે શસ્ત્ર પૂજા સાથે અરવિંદભાઇ મણીઆર હોલ (જયુબેલી ચોક) ખાતે પ્રારંભ કરાશે. બાદમાં ૯ થી ૧૦.૩૦ સુધી ધર્મસભા મળશે. જેમાં શ્રી અપૂર્વમુની સ્વામી (રાજકોટ), શ્રી આત્માનંદ સરસ્વતી (બોટાદ), પાલુ ભગત (કાળીપાટ), વિષ્ણુ સેવાદાસ પ્રભુ (ઈસ્કોન મંદિર), શ્રી સ્વામી (સ્વા.મંદિર, ગુરૂકુલ), શ્રી રાધારમણ સ્વામી (ભુપેન્દ્રરોડ મંદિર) અને શ્રી ભકિતપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહી સભા સંબોધશે.

ઉપરાંત મુખ્ય આમંત્રીત અધિકારી તરીકે શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા, ડી. સી. પી. શ્રી પ્રવિણકુમાર મીણાને પણ નિમંત્રણ પાઠવાયુ છે.

બાદમાં સવારે ૧૦.૩૦ વાગ્યે જયુબેલી ચોકથી અકાલી હિન્દુ સેના દ્વારા શોભાયાત્રાનો પ્રારંભ કરાશે. જે નિયત રૂટ પર જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા અન્ડર બ્રીજ ચોક, એસ્ટ્રોન ચોક થઇ ત્રિકોણબાગ ખાતે સમાપન પામશે.

સમગ્ર આયોજન માટે અકાલી હિન્દુ સેનાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા અકાલી હિન્દુ સેનાના સંગઠન અધ્યક્ષ વનરાજભાઇ ખાટરીયા (મો.૯૩૨૮૬ ૮૩૮૮૩), સંગઠન પ્રમુખ પંકજભાઇ, સંગઠન ખજાનચી પ્રવિણભાઇ, અનીલભાઇ મૈસુરીયા, રમેશભાઇ ત્રિવેદી, દર્શનભાઇ પરમાર, વિવેકભાઇ પંડયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:17 pm IST)