Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજકોટની જમીનમાં મામલામાં સાંકળીયા પ્રશ્ને રીવીઝનમાં લેવાયેલ કેસમાં કિરીટભાઇ કુંડલીયા સહિત ૪ સામે સુનાવણી

મુળ જમીન દિવ્યેશ રાયઠ્ઠઠાની ઓવરલેપીંગ મામલે પ્રાંત-મામલતદારના ચૂકાદા બાદ કેસ રિવીઝનમાં લેવાયો : કલેકટરના બોર્ડમાં કુલ ૧૮ કેસઃ બામણબોરની ૭૦૦ એકર જમીન તથા હલેન્ડાની જમીન અંગે પણ સુનાવણી

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુનું આજે બપોરે ૧રાા વાગ્યા બાદ મહેસુલ અપીલના કેસોનું બોર્ડ શરૂ થયું છે, કુલ ૧૮ કેસો અંગે સુનાવણી થશે.

આજના મહત્વના કેસમાં રાજકોટ-કોઠારીયા સર્વે નં. ૩રર તથા સર્વે નં. ૩પર (સરકારી ખરાબો)ના કેસમાં રાજકોટના અગ્રણી શ્રી કિરીટભાઇ કુંડલીયા, સતિષભાઇ કુંડલીયા સહિત ૪ અરજદારોને પણ કલેકટરે સુનાવણી અર્થે બોલાવ્યા છે.

ઉપરોકત સર્વે નં. ૩રર ની જમીનના મુળ માલિક દિવ્યેશ રાયઠ્ઠઠા છે, તેમની જમીનની નોંધ પ્રાંત - મામલતદાર દ્વારા પાડી અપાઇ તે કેસ કલેકટર સમક્ષ આવતા કલેકટરે સુઓમોટો કરી કેસ રીવીઝનમાં લીધો હતો, આ કેસમાં સર્વે નં. ૩રર નું ઓવરલેપીંગ થાય છે, અને જે સરકારી ખરાબો છે, તેમાં આ જમીનનું સાંકળીયુ મળે છે, તેવી બાબત જણાવી. રાજકોટના કિરીટભાઇ કુંડલીયા, સતિષભાઇ કુંડલીયા સહિત ૪ અરજદારોએ જમીનની માંગણી સંદર્ભે કલેકટરે આ લોકોને પણ સુનાવણી અર્થે બોલાવ્યા હોવાનું અને કેસના બોર્ડ લીસ્ટમાં શ્રી સરકાર વિરૂધ્ધ-કિરીટભાઇ-સતિષભાઇ સહિત ૪ થી પ અરજદારો હોવાનું ઉમેરાયું હતું.

દરમિયાન કલેકટરના આજના બોર્ડમાં બામણબોરની અબજોની ૭૦૦ એકર જમીન કે જે રીવીઝનમાં લેવાઇ છે, તેની પણ આજે વધુ એક સુનાવણી થશે, આ કેસમાં કલેકટર તંત્ર દ્વારા કુલ ૧૭થી વધુ અરજદારોને બોલાવ્યા છે.

આ ઉપરાંત હલેન્ડવાળા એક કેસમાં પણ કલેકટરે સુઓમોટો કરી કેસ રીવીઝનમાં લીધો તેમાં પણ ર થી ૩ પાર્ટીને સુનાવણી અર્થે બોલાવ્યાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:16 pm IST)