Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અંબા માના ઉંચા મંદિર નીચા મોલ... ઝરૂખડે દિવા બળે રે લોલ...

રાજકોટ : માઁ જગદંબાની આરાધનાનું પાવનકારી પર્વ આસો નવરાત્રી... આસો નવરાત્રી દિવ્ય મહોત્સવ હવે પૂર્ણતાના આરે છે આજે આઠમ છે માતાજીના મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. તો શેરી-ચોક ચાંચર ચોક બન્યા હોય તેમ રાસની રમઝટ જામે છે. ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે. શ્રી ગાયત્રી ગરબી મંડળ : મોરબી રોડ ગ્રીન લેન્ડ ચોક પાસે ગાયત્રી સોસાયટી શેરી નં. ૩ ખાતે શ્રી ગાયત્રી ગરબી મંડળ છેલ્લા પાંચ વર્ષથી આસો નવરાત્રીનું ખૂબ ધામધૂમથી ભકિતપૂર્ણ આયોજન કરે છે. ગરબી મંડળની ૩૦ બાળાઓ ગાગર રાસ, ટીપ્પણી રાસ, ભુવા રાસ, ખોડીયાર માનો રાસ સહિતના રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા પ્રફુલાબેન ગોસ્વામી, મોહિતગીરી ગોસ્વામી, કૃપાબેન ગોસ્વામી, પ્રકાશભાઇ ગોંડલિયા, પારસભાઇ લીંબાસીયા, કલ્પેશભાઇ ઓડેદરા, રૈલેષભાઇ મુંગરા, દેવભાઇ ગોંડલિયા, જીવરાજભાઇ ગોંડલિયા, યુગભાઇ કિયાડા સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:14 pm IST)