Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સદગુરૂ આશ્રમે શુક્રવારથી ૧,૦૮,૦૦૦ હનુમાન બાહુકના સામુહીક પાઠનો પ્રારંભ

હનુમાન જયંતિએ સમાપન : ભાવિકો ઘરે બેઠા પાઠ કરી મોકલી શકશે

રાજકોટ,તા. ૧૩ : પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ (શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ) દ્વારા લોકકલ્યાણ અર્થે સૌની પીડા, રોગ દૂર થાય એ નિમિતે શ્રી હનુમાન બાહુકનાં ૧,૦૮,૦૦૦ પાઠનું વિજયાદશમી (દશેરા), તા.૧૫ ઓકટોબરના શુક્રવારથી ચૈત્રસુદ -૧૫ (શ્રી હનુમાન જયંતિ) તા. ૧૬/૪/૨૦૨૨, શનિવાર સુધી સુંદર આયોજન કરવામાં આવેલ છે.

આ ૧,૦૮,૦૦૦ પાઠમાં સર્વધર્મપ્રેમીભાઇ -બહેનો કોઇ પણ જગ્યાએ શ્રી હનુમાન બાહુકનાં પાઠ કરીને વોટ્સએપ નં. ૯૫૮૬૩ ૦૮૧૭૮ જાણ કરીને નોંધવશે.

સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રી કહે છે, શ્રી હનુમાન બાહુક કે પાઠ સે અપની શારીરીક પીડાઇ દુર હો જાતી હૈ, જૈસે રામાયણજીસે દુઃખો કા નાશ હોતા હૈ, બાહુક સે પીડાઓકા નાશ હોતા હૈ. માટે સર્વધર્મપ્રેમીભાઇ-બહેનો આ ૧,૦૮,૦૦૦ શ્રી હનુમાન બાહુકમાં જોડાઇએ જેથી આપણા પરિવાર, સમાજમાં રોગ, પીડા હોય તે પાઠથી દૂર થઇ જાય.

સર્વધર્મપ્રેમી ભાઇ-બહેનો અવશ્ય આ શ્રી હનુમાન બાહુકનાં પાઠમાં જોડાઇએ અને વોટસએપ નં. ૯૫૮૬૩ ૦૮૧૭૮ ઉપર જાણ કરે તેમ સદગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(3:12 pm IST)