Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માડી તારા મંદીરીયામાં.... : અંબિકા પાર્કમાં માતાજીની સતત ૨૮મા વર્ષે આરાધના

રાજકોટ : નવરાત્રીમાં આ વર્ષે પ્રાચીન ગરબીઓને કોરોના ગાઇડ લાઇન મુજબ પરવાનગી મળતા શહેરમાં રાસ-ગરબાઓની રમઝટ બોલી રહી છે. શહેરના રૈયા રોડ અંબિકા પાર્ક ખાતે સતત ૨૮માં વર્ષે માતાજીની ભકિતભાવથી આરાધના કરવામાં આવી રહી છે. બાળાઓ અને બટુકો દ્વારા એકથી એક ચડીયાતા રાસ રજુ કરવામાં આવે છે. સરકારના આદેશ મુજબ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ભાવીકોને ગરબી નિહાળવા પ્રવેશ આપવામાં આવે છે. સમગ્ર આયોજન અંબિકા પાર્કના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ રમેશભાઇ વિરમગામા, સેક્રેટરી પ્રતાપભાઇ વોરા, કો-સેક્રેટરી ધામેલીયાભાઇ તથા ખજાનચી યશવંતભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આત્મીય યુવા ગ્રુપના સભ્યો સંચાલન કરી રહ્યા છે. બાળાઓને તાલીમ હેતલબેન મજેઠીયા, કિંજલ જોબનપુત્રા, વિનીશાબેન મોદી, ઉર્વીબેન મોદી, કૃપાબેન દેવાણી તથ બટુકોને ધર્મીલ હીંડોચા, ચાંદ ટીલવા તથા રૂષિ જોષી તાલીમ આપી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:12 pm IST)