Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

શહેર પોલીસ હેડકવાર્ટરની દર્શનીય પ્રાચિન ગરબીમાં ૧૧૦ બાળાઓના રાસઃ પાંત્રીસ વર્ષથી અવિરત આયોજન

રાજેન્દ્રસિંહ ગોહિલ અને શબ્બીરભાઇ મલેક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરે છે સંચાલનઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી બારૈયાનું સતત પ્રોત્સાહન

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાર્ટરમાં પ્રાચીન પરંપરાઓનું જતન કરતી ગરબીનું છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરત આયોજન થાય છે. આ વર્ષે આ ગરબીમાં ૧૧૦ બાળાઓ ભાગ લઇ રહી છે. હેડકવાર્ટરમાં પ્રાચીન ગરબીનો પાંત્રીસ વર્ષ પહેલા પ્રારંભ પોલીસ કર્મચારીઓ રાજભા ખાનુભા વાઘેલા, નિર્મળસિંહ ઝાલા અને શંકરભાઇએ કર્યો હતો. વર્ષો સુધી તેમણે આ ગરબીનું સંચાલન સંભાળ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી ગરબીના મુખ્ય સંચાલક તરીકે કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ શબ્બીરભાઇ મલેક સંભાળી રહ્યા છે. ગરબીના આયોજનમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી હેડકવાર્ટર જી. એસ. બારૈયા, પીઆઇ કોટડીયા સતત સંચાલકોને ઉત્સાહિત કરતાં રહે છે. નવરાત્રીના પ્રારંભે ખુદ આ અધિકારીઓએ ઉપસ્થિત રહી બાળાઓને લ્હાણી વિતરણ કર્યુ હતું.

(3:09 pm IST)