Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કામધેનુ દિપાવલી અભિયાન : માર્ગદર્શન અર્થે વેબીનાર

કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે પણ

રાજકોટ તા.૧૩ : રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે પણ ગૌમાતાના ગોબરમાંથી બનેલા ૧૦૧ કરોડ દિવા પ્રગટે તે માટે 'કામધેનુ દિપાવલી અભિયાન'ના મંગલાચરણ સતત બીજા વર્ષે કરવામાં આવ્યા છે.

આ અભિયાનની માહીતી આપવા તાજેતરમાં વેબીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં ગૌઆધારીત અર્થવ્યવસ્થા, ગૌશાળા-પાંજરાપોળોના સ્વાવલંબન અંગે માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ. માધવપ્રસાદ સ્વામી દ્વારા ગાયની જીવનમાં ઉપયોગીતાઓ વર્ણવવામાં આવેલ. રાજયના પશુ પાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ગાયના દુધ, ગોબર, ગૌમૂત્રની ઉપયોગીતાઓ વર્ણવવામાં આવેલ. નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્રના મેઘજીભાઇ હિરાણી (કચ્છ ભુજ) દ્વારા ગોબરમાંથી ગૌમય દિવડા કઇ રીતે તૈયાર કરી શકાય તેની માહીતી અપાઇ હતી. ત્રિકમદાસ બાપુ (કચ્છ દ્વારા જર્સી ગાયો મુકત કરવાના પ્રયાસો અને તેમાં મળેલ સફળતા અંગે વાતો કરાઇ હતી.

આ વેબીનારમાં ગીરીશભાઇ શાહ (સમસ્ત પાંજરાપોળ), અમિતાભ ભટ્ટનાગર (હૈદ્રાબાદ), પુરીશ કુમાર (દિલ્હી), સુનિલ કાનપરીયા (અમદાવાદ), ભરતભાઇ સાવલિયા (સુરત), યોગેશભાઇ પટેલ (વ્યારા), યોગેશભાઇ પટેલ (વ્યારા), દિલીપભાઇ સખીયા (કિસાન સંઘ), પ્રદીપસિંહ જાડેજા (જામનગર), જયંતીભાઇ દોશી (ગુજરાત ગૌશાળા પાંજરાપોળ સંગઠન સંઘ), રમેશભાઇ ઠકકર (શ્રીજી ગૌશાળા), ધીરૂભાઇ કાનાબાર (સદ્દભાવના બળદ આશ્રમ), પ્રતિક સંઘાણી (કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન), પ્રકાશ વ્યાસ (મહામંત્રી સિકકા શહેર), વિરજીભાઇ રાદડીયા (જેતપુર), દેવેન્દ્ર સોમની, પુજા શ્રીવાસ્તવ, પૂનમ પાંડે સહીત ૧૫૦ થી વધુ ગૌશાળા પાંજરાપોળના સંચાલકો અને અન્ય જીવદયા પ્રેમીઓ આ વેબીનારમાં જોડાયા હતા.

(3:08 pm IST)