Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજગઢ બેડીમાં વાડીએ દવા છાંટતા ઝેરી અસર થતાં મહેશભાઇનું મોત

રાજકોટ તા.૧૩ : કુવાડવાના રાજગઢ બેડી ગામ પાસે વાડીએ દવા છાંટતી વખતે ઝેરી અસર થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.

મળતી વિગત મુજબ રાજગઢ બેડી ગામમાં રહેતા મહેશભાઇ મંગડાભાઇ મહેર (ઉ.વ.૩પ) ગઇકાલે ગામ પાસે રાજેશભાઇના વાડીમાં દવાછાંટતા હતા. ત્યારે તેને ઝેરી અસર થતા બેભાન થઇ જતા ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે એએસઆઇ ફતેહસિંહ સહિતે કાર્યવાહી કરી હતી.

(3:06 pm IST)