Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાડાત્રણ કરોડની લોનમાં ઇન્ડસ ઇન્ડ બેંક સામે ફોર કલોઝર ચાર્જ અંગે ફરિયાદ

ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ થતાં બેંક સામે નોટીસ

રાજકોટ તા.૧૩ : સાડા ત્રણ કરોડની લોનમાં ઇન્ડસડ બેંક સામે ફોરફલોઝર ચાર્જ અંગે ગ્રાહક ફોરમમાં ફરિયાદ થયેલ છે.

રાજકોટમાં રહેતા ચિરાગ કાકડીયાએ રાજકોટની ઇન્ડસઇન્ડ બેંકમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયાની લોન લીધેલી અને તે લોન લીધાને ર વર્ષ વીતી ગયા બાદ ચિરાગ કાકડીયાએ આ લોનની સંપુર્ણ રકમ ભરી દેવાની ઇન્ડસઇન્ડ બેંકના મેનેજરને રજુઆત કરતા બેંકએ જણાવેલ કે તમારે ફોર કલોઝર ચાર્જના રૂપિયા પંદર લાખ બેંકને ચુકવવા પડશે તો જ તમારી બાકી રહેતી લોન ભરપાઇ કરી શકશો.

ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર ચિરાગ કાકડીયાને જણાવેલ કે તમોએ ફોરકર્લોઝર ચાર્જની રકમ રૂપિયા પંદર લાખ ફરજીયાત ભરવા પડશે. તેવું જણાવેલજે વાત રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા કોવિડ ગાઇડલાઇન્સના નિયમ વિરૂધ્ધનીવાત હોયાથી ચિરાગ કાકડીયાએ તેના એડવોકેટ વિષ્ણુબુધ્ધદેવ મારફત રાજકોટના ગ્રાહક સુરક્ષા તકરાર આયોગ સમક્ષ ઇન્ડસઇન્ડ બેંક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરેલ અને દાદ માંગેલ કે આ લોન ઉપર ઇન્ડસઇન્ડ બેંકએ જે ફોરકર્લોઝર ચાર્જ માંગેલ છે તે આર.બી.આઇ. કોવિડ ગાઇડલાઇન્સ વિરૂધ્ધની  છે તે થી ઇન્સઇડન્ બેંક અમો ફરીયાદી પાસેથીઆ લોન ઉપર ફોરકલોઝર ચાર્જ વસુલે નહિ તેવો હુકમ કરવા બેંક વિરૂધ્ધ દાદ માંગેલી.

ફરિયાદી ચિરાગ કાકડીયાની ઇન્ડસઇન્ડ બેંક સામેની ફરિયાદ ધ્યાને લઇને રાજકોટ ગ્રાહક સુરક્ષા તકરાર આયોગએ ઇન્ડસઇન્ડ બેંકને રાજકોટ ગ્રાહક સુરક્ષા તકરાર આયોગ સમક્ષ હાજર થવાની નોટીસ કાઢેલી છે. આ નોટીસથી બેંકમાં ખળભળાટ મચી ગયેલ.

આ ઇન્ડસઇન્ડ બેંક સામેની ફરિયાદમાં ફરિયાદી ચિરાગ કાકડીયા વતી બુધ્ધદેવ લો ફર્મના એડવોકેટ નરેન્દ્ર બુધ્ધદેવ, કુ. ડોલી. બુધ્ધદેવ અને વિષ્ણુ બુધ્ધદેવ રોકાયેલા છે.

(3:01 pm IST)