Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બેભાન હાલતમાં વનિતાબેન ગંગેરા અને લાભુબેન દેવમુરારીનું મોત

ભગીરથ સોસાયટી અને ધરમનગરના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૩: બે અલગ અલગ બનાવમાં બેભાન હાલતમાં બે મહિલાએ દમ તોડી દીધો હતો. જુના માર્કેટ યાર્ડ પાસે ભગીરથ સોસાયટી-૫માં રહેતાં વનિતાબેન દિનેશભાઇ ગંગેરા (સગર) (ઉ.૫૧) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે.

બીજા બનાવમાં મવડી ધરમનગર-૩માં રહેતાં લાભુબેન પરષોત્તમભાઇ દેવમુરારી (બાવાજી) (ઉ.વ.૫૮) ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને બનાવમાં બી-ડિવીઝન અને માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. લાભુબેનના પતિ સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. સંતાનમાં બે પુત્રી છે.

(11:49 am IST)