Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાળાની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી બનેવીની જામીન અરજી રદ

રાજકોટ તા.૧૩ : અત્રે સગા સાળાની હત્યાના કેસમાં આરોપીની ચાર્જશીટ બાદનીજામીન અરજીને નામંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની હકિકતો જોવામાં આવે તો આ કામના ફીરયાદીને વારસામાં પોતાનો એક દિકરો (ગુજરનાર દેવુભા સાંકરીયા) હોય અને ફરિયાદીની તમામ મિલ્કતના વારસદાર પોતે હોય જેથીઆ વારસદારનું મૃત્યુ થયુ આરોપી નં.૧, અશ્વિન ડોડીયા કે જે ફરીયાદીના જમાઇ છે તેને મિલ્કત મળે તે હેતુસર આ કામના આરોપી અશ્વિન ડોડીયાએ પુર્વયોજિત કાવતરૃં રચી આરોપી નરેશ સરવૈયાના ઘરે ગુજરનાર દેવુભાને લઇ જઇ આરોપીઓએ સાથે દારૂ પીધેલો તેમાં આરોપી અશ્વિન ડોડીયાએ દારૂમાં રાસાયણીક પ્રકારનું ઝેર ભેળવી દઇ તેમનું મૃત્યુ નીપજાવી દઇ અને ત્યાંથી ઇકો ગાડીમાં ફરીયાદીના ઘરે (રેસ્ટોરન્ટ) આવી ખાટલામાં સુવડાવી આ દેવુભા વધુ દારૂ પી ગયેલ છે તેવું જણાવી જતા રહી તેનું મોત નીપજાવી મરણજનારના ખીસ્સામાં રૂ.૯૦,૦૦૦નો દુરવ્યય કરી મોત નીપજાવેલ હતુ અને ત્યારબાદ તા.૧૪-૦૧-ર૦ર૦ના રોજ અશ્વિન ડોડીયાને અટક કરેલ. જેથી આરોપી અશ્વિન ડોડીયાએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.શ્રી પરાગ એન. શાહ હાજર રહેાલ અને તેઓએ ચાર્જશીટ સાથેના પોલીસ પેપર્સ, પોલીસ અભિપ્રાય રજુ કરેલા અને તે રીતે દલીલો કરેલ કે અરજદાર - આરોપી ફરિયાદીનો સગો જમાઇ છે અને તેને ફરિયાદીના વારસાની મિલ્કતો મેળવવા માટે ફરીયાદીના દિકરાની ઇરાદાપુર્વક હત્યા કરેલ છે. આકામના મરણ જનારને જયારે આરોપી રેસ્ટોરન્ટ પાસે મુકવા ગયા ત્યારે તેઓને કુલ ૮ સાહેદોએ જોયેલા હતા. વધુમાં કિશાનપરા ચોકમાં દેખાયેલું. વધુમાં મેડીકલ્સ પેપર્સ જોવામાં આવે તો  તેમાં પણ ગુજરનારનું મૃત્યુ રાસાયણીક પ્રકારના ઝેરથી થયા હોવાનું જણાયેલું. આ કામનો અરજદાર આરોપી ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. અરજદાર - આરોપી ફરિયાદીનો સગો જમાઇ છે જેથી તેને જો ન જામીન પર મુકત કરવામાં આવે તો તે ફરિયાદ પક્ષના પુરાવાને હેમ્પર ટેમ્પર કરે તેવી પુરેપુરી શકયતાઓ છે. હાલના અરજદાર - આરોપીનો આ ગુન્હામાં મુખ્ય રોલ હોય જેથીતેને પેરીટીનો સિધ્ધાંત લાગુ પડશે નહી તે રીતની દલીલો કરેલી હતી. જે તમામ દલીલો, પોલીસ પેપર્સ, મેડીકલ પેપર્સ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે અરજદાર - આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પરાગ એન. શાહ રોકાયેલા હતા.

(11:49 am IST)