Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માતાજીને નૈવેદ્યના નામે પશુબલી પ્રથા બંધ કરો : આવુ કરનાર સામે વિજ્ઞાન જાથા કાયદેસરની કાર્યવાહી કરશે

 

રાજકોટ તા. ૧૩ : આસો મહિનાની નવરાત્રી દરમિયાન આઠમ, નોમ, દશમના દિવસોમાં માતાજીના નામે નૈવેદ્યમાં પશુબલી ચડાવવાનો વર્ષો જુની પ્રથા આજે પણ જોવા મળી રહી છે. પરંપરા કે માનતાના નામે આવી પશુબલી પ્રથા બંધ કરવા ભારત વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરાઇ છે.

જાથાની યાદીમાં જણાવાયુ છે કે માતાજી કયારેય નિર્દોષ પશુની હત્યાથી રાજી થતા નથી. માનતાના નામે પશુબલી ચડાવવી તે ગુન્હો બને છે. ખાસ કરીને ૧૩ ઓકટોબર હવનાષ્ટમીથી ત્રણેક દિવસ આવા પશુબલીની વિધિઓ થશે. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આવી પ્રવૃત્તિ ન કરવા તાકીદ કરાઇ છે. તેમ છતા કયાંય પણ આવું થતુ જોવા મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૦૮૧૮ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(10:46 am IST)