Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કાલાવડ રોડ વામ્બે આવાસ યોજના ક્વાર્ટર પાસેથી ગાંજાના જથ્થા સાથે સાજીદ અને અફઝલ ઝડપાયા

ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે,વી,ધોળા સહિતનાની કામગીરી : એક કિલો 414 ગ્રામ ગાંજો અને ટુ વહીલર કબ્જે

રાજકોટ : કાલાવડ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીની પાછળ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટર પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક કિલો 414 ગ્રામ ગાંજાના સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે,

  બાતમીના આધારે ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે,વી,ધોળા સહિતનાએ ઉક્ત સ્થળે દરોડો પાડીને એક કિલો 414 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સાજીદ ફિરોઝભાઈ દસાડિયા (ઉ,વ,23)( રહે, બેડીપરા પાસે, મનહરપરા) ,અને અફઝલ કાસમભાઈ શાહમદાર (ઉ,વ,23 ) (રહે, ગંજીવાડા રાજકોટ) ને રૂપિયા 11258ની કિંમતના ગાંજાનો જથ્થો અને એક્સેસ ટુ વહીલર કબ્જે કરીને ઝડપી પાડ્યા છે  

(11:27 pm IST)