Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

આમ્રપાલી અને એરપોર્ટ રોડ ફાટક પર ટ્રેન આવવાના સમયે રોંગ સાઇડમાં ધસી આવતાં વાહન ચાલકો દંડાયા

આગામી દિવસોમાં પણ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં આ કાર્યવાહી ચાલુ રહેશે

શહેરમાં રોંગ સાઇડમાં ધસી આવતાં વાહનોને કારણે અકસ્માત થતાં રહે છે અને ટ્રાફિક નિયમનમાં અડચણ ઉભી થાય છે. આમ ન થાય એ માટે વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા આમ્રપાલી ફાટક તથા એરપોર્ટ ફાટક ખાતે ટ્રેન આવવાના સમયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ તથા ટ્રાફિક બ્રાંચના એસીપી એસ. ડી. પટેલની રાહબરીમાં ટ્રાફિક બ્રાંચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને રોંગ સાઇડમાં આવતાં ૨૨ વાહન ચાલકોને અટકાવી ૧૩૨૦૦નો દંડ વસુલ કર્યો હતો. તેમજ ૨૦ વાહન ચાલકોને ઓનલાઇન મેમો આપ્યો હતો. આગામી દિવસોમાં પણ ફાટક બંધ થવા સમયે આ કામગીરી થતી રહેશે.

(1:00 pm IST)
  • ગામલોકોએ કર્યો અંતિમયાત્રાનો બહિષ્કાર : ભાઈઓ સાયકલ પર બહેનનો મૃતદેહ લઇ ગયા :પતિએ કાઢી મુકતા ભાઈઓ સાથે રહેતી હતી બહેન : બીમારીને કારણે મૃત્યુ થયું :ઓરિસ્સાના ચાંદાહાંડી બ્લોકના મોટી ગામમાં બે ભાઈઓએ પોતાની 42 વર્ષીય બહેન નુઆખઈ પાંડેનો પાર્થિવદેહ સાયકલ બાંધીને લઇ જવો પડ્યો : ગામલોકોએ અંતિમયાત્રાનો કર્યો હતો બહિષ્કાર access_time 1:06 am IST

  • પશ્ચિમ બંગાળમાં દુકાનદારની ગોળી મારીને હત્યા : ભાજપે કહ્યું અમારો કાર્યકર્તા હતો : ભાજપના સાંસદે કહ્યું 1996થી ભાજપમાં સક્રિય હતા હરલાલ દેબનાથ : મૃતકની પત્નીએ કહ્યું દુકાનમાં સમાન લેવા આવ્યા હતા હુમલાખોરો : પોલીસ તપાસનો ધમધમાટ શરૂ access_time 1:02 am IST

  • કેન્યામાં પ્રચંડ બૉમ્બ વિસ્ફોટ : 11 પોલીસ અધિકારીઓના મોત: સોમાલિયાના al-shabab આતંકીઓનો હાથ હોવાની સંભાવના પોલીસ ઓફિસરો શહેરમાં ગ્રાઉન્ડ લગાવી રહ્યા હતા ત્યારે આ બોમ્બ વિસ્ફોટ થયો હતો હજી સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી access_time 8:30 pm IST