Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

શહેરમાં ડેન્ગ્યુને કાબુમાં લેવા તંત્ર દોડયું: ત્રણેય ઝોનમાં દવા છંટકાવ

વોર્ડ નં. ૩, ૪, ૧૦માં ફોગીંગ, મચ્છર ઉપદ્રવ ચેકીંગ, જનજાગૃતિની કાર્યવાહીઃ ૭૦૦ થી વધુ સ્કુલોમાં વાહકજન્ય રોગચાળો અટકાવવા કાર્યવાહીઃ ૭૦થી વધુ આશા વર્કરો દ્વારા ઘરે-ઘરે જઇને રોગચાળાનો સર્વે

રાજકોટ તા. ૧રઃ શહેરમાં ત્રણ ઝોનના એક - એક વોર્ડમાં ૩, ૪, ૧૦ માં દરેક ઝોનમાં અંદાજીત ૭૦ થી વધારે આશાવર્કરો દ્વારા નિયત કરેલ વિસ્તારોમાં ધરે ધરે જઈ વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાં રૂપે તાવના કેસની વિગત, પોરાનાશક કામગીરી તથા પત્રિકા વિતરણ ચાલુ કરેલ છે.

જેમાં વાલ્મીકીવાડી, ગાયકવાડી, પટાવાળા કવાટર્સ, કીટીપરા, હુડકો સ્લમ સાંઢીયા પુાલ, પરસાણાનગર, જુલેલાલનગર, બેડીનાકા, ખાટકીવાડ, ખત્રીવાડ, ભીડભંજન, ચામડીયા ખાટકીવાડ, મુશલીલાઇન, જંકશન પ્લોટ, શાસ્ત્રીનગર, રૂખડીયા કોલોની, રાજીવનગર મફતીયાપરા, વાયરલેસ મફતીયાપરા, પ૩ કવાટર્સ, સંતોષીનગર, રધુનંદન કો-ઓપરેટીવ સોસા., અમીપાર્ક, જીવનનગર, તિરૂપતિનગર, મિલાપનગર, રૂરલ હાઉસીંગ, એ.જી. સ્ટાફ કવાટર્સ, ક્રિષ્ના પાર્ક, શિવધામ, સદગુરૂનગર, જલારામ - ૧, બાલમુકુંદ સોસા., જયપ્રકાશનગર, આશાબા પીર રોડ, સદગુરૂ પાર્ક, નંદનનગર, રપ વારીયા, ભગવતીપરા, ગાંધીસ્મૃતિ, મહાત્મા ગાંધી સોસા., બેડીપરા, ગણેશનગર, ગાંધી વસાહત, રોહિદાસપરા, ચામડીયાપરા, ખોડીયારપરા, વંદેમાતરમ, ભગવતીપરા, શ્રમજીવી સોસા., બોરીચાનગર આવરી લીદ્યેલ છે.

ય્ગ્લ્ધ્ પ્બ્ ની ૧૬ ટીમો દ્વારા આજથી રાજકોટ શહેરની ૭૦૦ થી વધારે ખાનગી અને સરકારી શાળામાં વાહકજન્ય મચ્છરથી થતા ડેન્ગ્યુ રોગના અટકાયતી તથા જાગૃતિ માટે સધન કામગીરી ચાલુ કેરલ છે. ડેન્ગ્યુ માટે એડિસ મચ્છરો દિવસે જ કરડીને રોગ ફેલાવતા હોય શાળાના વિદ્યાર્થીઓ વધારે જોખમમાં છે. આ માટે ય્ગ્લ્ધ્ ની ટીમ દ્વારા દરેક શાળામાં નીચે દર્શાવેલી કામગીરી કરવામાં આવશે.

(૧) દરેક શાળાના આચાર્ય / શિક્ષાકોની ગૃપ મિટીંગ કરી ડેન્ગ્યુ રોગ વીશે. મચ્છરની ઉત્પતિ સ્થાનો તથા અટકાયતી પગલા વીશે સમજ.

(ર) શાળામાં અગાશી, છજજા, સેલર, પક્ષીકુંજ, ફીજ ટ્રે, કુલર, ફુલદાની, ફાઉન્ટેઈન જેવી મચ્છર ઉત્પતિ સ્થાનોની ચકાસણી.

(૩) કલાસરૂમમાં એવરેજથી વધારે તાવથી વધારે કેસ જોવા મળતા હોય તો તેની તાત્કાલીક જાણ.

(૪) શાળાના વિદ્યાથીઓને દિવાળી સુધી ફુલ બાયના તથા પેન્ટ યુનિફોર્મ અથવા ફુલ ડ્રેસ પહેરવા સુચના .

આજરોજ દ્યરતી પ્રી સ્કુલ - સ્ટલીંગ હોસ્પિટલ પાસે, પાર્થ સકુલ - બાલાજી પાર્ક, મહેક પ્રી પ્રાઈમરી સકુલ - બાલાજી પાર્ક, જમશેદજી ટાટા - ઉમાકાંત ઉદ્યોગનગર, સૌરાષ્ટ્ર હાઈસ્કુલ - કોટેચા સર્કલ, સત્ય પ્રકાશ સ્કુલ - બાલાજી પાર્ક, હુડકો કવા., સન ફલાવર સ્કુલ - સાધુ વાસવાણી સ્કુલ, જ્ઞાનદિપ વિદ્યામંદિર - સુમંગલ પાર્ક કોઠારિયા મેઈન રોડ આવરી લેવામાં આવેલ છે.

આજ રોજ વેહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ધ્વારા વોર્ડ નં. ૧, ર તથા ૪ માં જેમાં શ્રીજીનગર, શ્રેયસ સોસ., ગીતગુૃજરી સોસ. નહેરૂનગર, સુભાષનગર, સૌરભા સોસ., નવયુગ સોસા., નીરંજન સોસા., હરિપાર્ક, ચંદ્ર્રપાર્ક, અશોક સોસ., જાસણી પાર્ક, સીવાજીપાર્ક, પાવર્ક પાર્ક, આરાધના સોસ., હવેલી ચોક, રામેશ્વર ચોક, સખીયાનગર, અભિલાષ સોસા., આર.કે.સી. રેસીડેન્સી., શીવધારા સોસા., મધુવન પાર્ક, ગાંધી વસાહત સોસા., તીર્થ રેસીડેન્સી, સીતારામ સોસા. બજરંગ પાર્ક જમનાપાર્ક પરસોતમ પાર્ક, નંદવન સોસા., શાંતીનગર, ગોવીંદનગર, કસ્તભંજન, અક્ષારનગર, જવંતીકાનગર, શકિતનગર, ગંગેશ્વર મહાદેવ ગાંધીગ્રામ, શાહનગર, એસ.કે. ચોક વિસ્તાર આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(3:47 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં દુકાનદારની ગોળી મારીને હત્યા : ભાજપે કહ્યું અમારો કાર્યકર્તા હતો : ભાજપના સાંસદે કહ્યું 1996થી ભાજપમાં સક્રિય હતા હરલાલ દેબનાથ : મૃતકની પત્નીએ કહ્યું દુકાનમાં સમાન લેવા આવ્યા હતા હુમલાખોરો : પોલીસ તપાસનો ધમધમાટ શરૂ access_time 1:02 am IST

  • રાજકોટના ભોંમેશ્વર વિસ્તારમાંથી આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ : ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીને શોધવા નાકાબંધી કરી ; અપહરણની ઘટના સીસીટીવમાં કેદ : access_time 11:27 pm IST

  • ઇડીએ ઓડીસામાં ભૂષણ પાવર અને સ્ટીલની 4025 કરોડની કિંમતની બિલ્ડીંગ,પ્લાન્ટ,જમીન અને મશીનરીને જપ્ત કરી : બેન્ક ફ્રોડ મામલામાં કંપની પર હજારો કરોડના ગોટાળાનો આરોપ access_time 9:18 pm IST