Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કિશોરભાઇ કોરડીયા તથા પ્રાણલાલ સુંદરજી શાહ પરિવાર (મુંબઇ)દ્વારા

પાંજરાપોળમાં બિમાર પશુઓ માટે બે શેડનું નવનિર્માણ : કાલે ઉદ્ઘાટન

પૂ.નમ્રમુનિ મ.સા.ની પાવનનિશ્રાઃ ૨૫૦૦-૨૫૦૦ ફુટના રોડમાં અધતન સવલતો

રાજકોટઃ તા.૧૨,   'જીવતા જગતિયું ' આ શબ્દ આપણે ઘણી વાર સાંભળીએ છીએ.   પણ રાજકોટ અને મુંબઈના બે જીવદયાપ્રેમીએ  'જીવતા જગતિયું ' શબ્દને   ગરીમા બક્ષતું કામ કર્યું છે અને આ બંને જીવદયાપ્રેમીએ જીવતા જીવ   સ્વહસ્તે પોતાની સંપતિમાંથી એક મોટો હિસ્સો ગૌમાતા માટે ફાળવી રાજકોટની સદી પુરાણી ખ્યાતનામ પાંજરાપોળમાં બિમાર પશુ માટે બે અધતન શેડો બનાવી આપી સમાજ માટે નવો દાખલો બેસાડ્યો છે. રાજકોટમાં બિરાજમાન રાષ્ટ્રસંત શ્રી નમ્રમૂનિ મહારાજની નિશ્રામાં  તા.૧૪નેરવિવાર સવારે ૯.૩૦ વાગ્યે આ બંને દાતાઓ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ  ખાતે નિર્માણ પામેલ બિમાર પશુઓ માટે બે અદ્યતન શેડનું ઉદદ્યાટન સમારંભ રાખવામાં આવ્યો છે.

 

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ એટલે જીવદયાનું મંદિર છેલ્લા ૧૨૧ વર્ષ કરતાં વધુ સમયથી અનાથ અને બિમાર પશુઓનું આશ્રયસ્થાન પાંજરાપોળમાં બિમાર પશુઓ માટે ખાસ બે અધતન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે.   આ શેડમાં બિમાર પશુઓની સારવાર સાથે પશુ સાતાપૂર્વક રહી શકે તે  તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખી સવલતો ઉભી કરવામાં આવી છે.

 રાજકોટમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન જૈન સંતોની પાવન નિશ્રામાં આગામી તા.૧૪ અને રવિવારે સવારે આ બંને નવનિર્મિત શેડોનું   રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમૂનિની પાવન નિશ્રામાં   ઉદ્દદ્યાટન કરવામાં આવશે. પૂ.શ્રી જિનવાણી રૂપી આર્શિવચન આપશે.

   સદી જુની રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ૫૦૦૦ કરતા વધુ પશુ-પક્ષીનો નિભાવ થાય છે. બિમાર અને અશકત પશુઓ   મોટી સંખ્યામાં છે. બિમાર પશુની તમામ પ્રકારની સારવાર માટે પાંજરાપોળ દ્વારા જ પશુ ચિકિત્સાલય ચલાવાય છે. જેમાં ફુલટાઈમ પશુ ડોકટર અને અનુભવી સ્ટાફ સેવા આપે છે. બિમાર પશુઓ માટે વર્ષો જુના છ શેડ છે જેમાંથી બે શેડનું દાતાઓના સહયોગથી નવનિર્માણ કરવામાં આવ્યું છે.

 રાજકોટમાં જીવદયાપ્રેમી  કીશોરભાઈ કોરડીયા અને મુંબઈના પ્રાણલાલ સુંદરજી શાહ અને શ્રીમતી હીરાલક્ષ્મીબેન પ્રાણલાલ શાહ પરિવારના સહયોગથી આ બંને શેડનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

     પાંજરાપોળ ખાતે તા.૧૪ને, રવિવારે સવારે ૯.૩૦ કલાકે યોજાનારા આ ઉદદ્યાટન સમારોહમાં સંતો-સાધ્વીજી-ભગવંતો અને સમાજના દરેક વર્ગના આગેવાનો, ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સર્વશ્રી સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા, મેનેજર અરૂણભાઈ દોશી સહીતના આગેવાનોએ સમસ્ત સમાજને જીવદયાના આ યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. નવનિર્મિત શેડના ઉદઘાટન સમારોહના આયોજન માટે પાંજરાપોળના તમામ આગેવાનો તથા જીવદયાગ્રુપના કાર્યકરો કાર્યરત છે.

આ તકે મુકેશભાઇ બાાટવીયા, યોગેશભાઇ શાહ, બકુલભાઇ રૂપાણી, સંજયભાઇ મહેતા, સુનિલભાઇ દામાણી, પ્રકાશભાઇ મોદી, જીજ્ઞાબેન મોદી, હેમાબેન મોદી, વસંતભાઇ કામદાર, અમિતભાઇ દેસાઇ  મનોજભાઇ પારેખ તથા રમેશભાઇ દોમડીયા હાજર રહેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)  (૪૦.૨)

(4:09 pm IST)