Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

''સનશાઇન કોલેજ દ્વારા બીસીએ- એમસીએના વિદ્યાર્થીઓ માટે ''કોર્પોરેટ ડે'' યોજાયો

 સનશાઇન કોલેજ દ્વારા રાજકોટની બીસીએ/એમસીએની કોલેજના વિદ્યાર્થીઓ માટે ''કોર્પોરેટ ડે''નું આયોજન કરવામાં આવેલું હતું. અહી વિદ્યાર્થીઓને ભણતરની સાથે-સાથે ITકંપનીઓમાં વાસ્તવિક શું જરૂરત રહેતી હોય છે તેમજ તેમાં સારી નોકરી મેળવવા ભણતરની સાથે બીજું શું નવું શીખવું તેમજ વધારાની સોફર્ટ સ્કીલની જરૂરત વિશે સમજાવવામાં આવેલું હતું. સનશાઇન કોલેજના ઇન્ટીગ્રેટેડ ડાયરેકટર ડો. વિકાસ અરોરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ. સંસ્થાના ચેરમેન મીનેશ માથુર મુખ્ય વકતાઓ હિરેન ધેલાની, ભાવેશ ગધેથરીયા, તેમજ રક્ષિત ઠકકરે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરેલ. મુખ્ય વકતા હિરેન ઘેલાની ITમાં સારી રીતે આગળ વધવા માટેના છ તબ્બકાઓની ચર્ચા કરી હતી. ભાવેશ ગધેધરીયાએ ITમાં કેવા પ્રકારના પ્રોજેકટ અને કઇ રીતે કામ થાય છેે. તે બાબતની વિસ્તૃત ચર્ચા કરેલી હતી. તેમજ રક્ષિત ઠકકરે વિદ્યાર્થીઓની IT ક્ષેત્રમાં જોબ મેળવતી વખતે પડતી વિવિધ મુશ્કેલીઓની ચર્ચા કરેલ હતી. આ ઉપરાંત ITની વિવિધ ૧૬ કંપનીઓ CEO/ પ્રોજેકટ મેનેજર પૂના, અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટથી પેનલ ડિસ્કશન માટે સંસ્થા પર હજાર રહ્યા હતા. અહી પેનલ ડિસ્કશનમાં વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનો વિવિધ વ્યકિતઓ/ IT પ્રોફેશનલોએ ખુબજ સચોટ રીતેૅ જવાબ આપેલ હતો અને વિદ્યાર્થીઓને એક નવી રાહ બતાવી હતી. માત્ર ડેવલપર ન બનતા ITના વિવિધ ક્ષેત્રે નવા ટેસ્ટર, ડીઝાઇનર, SEO એનાલીસ્ટ વગેરે બનવા માટે જાણકારી આપેલ હતી. સમગ્ર પ્રોગ્રોમને સફળ બનાવવા માટે MCA વિભાગના હેડ ડો. અમિત વડેરા, TPO સાવન રાયઠઠ્ઠા તેમજ તમામ અધ્યાપકો તેમજ કર્મચારી ગણે જહેમત ઉઠાવી હતી.(૨૨.૧૩)

(4:08 pm IST)