Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ખોડિયારપરામાં એસિડની બોટલ ફૂટતાં બાવાજી નવોઢા માનવી લપસી પડતાં દાઝી

પત્નિને બચાવવાના પ્રયાસમાં પતિ વિજય દેશાણી પણ દાઝયો

રાજકોટ તા. ૧૩: આજી વસાહત ૮૦ ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરા પાસે ખોડિયારપરામાં રહેતી બાવાજી નવોઢા માનવી વિજય દેશાણી (ઉ.૨૧)ના હાથમાંથી એસિડ ભરેલી કાચની બોટલ પડીને ફૂટતાં અને પોતે લપસીને એસિડ પર પડતાં દાઝી જતાં તેમજ પત્નિને બચાવવા જતાં પતિ વિજય જયકિશનભાઇ દેશાણી (ઉ.૨૨) પણ એસિડ ઉડતાં હાથે-પગે દાઝી જતાં બંનેને સિવિલમાં ખસેડાયા છે. જેમાં માનવીને દાખલ કરવામાં આવી છે અને વિજયને પ્રાથમિક સારવાર અપાઇ છે.

માનવીના માવતર જસદણના શિવરાજપુર ગામે રહે છે. તેણીના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા છે. પતિ વિજય ઘડીયાળ બનાવવાની કંપનીમાં નોકરી કરે છે. બાથરૂમ સાફ કરવા માટેના એસિડની બોટલ અકસ્માતે હાથમાંથી પડતાં અને પોતે એસિડ પર લપસી જતાં અકસ્માતે જ દાઝી ગયાનું તેણીએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(4:06 pm IST)