Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ટીવી જોવા માટે બહેન સાથે ઝઘડો થતાં હલીમા શેખે એસિડ પી લીધું

ધોરાજી મોચી બજારનો બનાવઃ યુવતિને રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૩: ધોરાજીમાં મોચી બજારમાં રહેતી હલીમા આશીફભાઇ શેખ (ઉ.૨૦) નામની યુવતિએ રાત્રે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હલીમાના પિતા બૂટ ચપ્પલનો ધંધો કરે છે. તેના કહેવા મુજબ રાત્રે સાડા અગિયારેક વાગ્યે ટીવી સિરીયલ જોવા બાબતે હલીમાને નાની બહેન તમન્ના સાથે ચડભડ થતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે ધોરાજી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(4:05 pm IST)