Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કલબ યુવી રાસોત્સવમાં જમાવટ : અગ્રણીઓ - સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા માતાજીની આરતી

સૂર તાલના સથવારે પ્રાચીન અર્વાચીન ગીતો પર ઝૂમતા ખેલૈયાઓ : ઈનામોની વણઝારઃ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના અગ્રણીઓના હસ્તે આરતી

રાજકોટ : અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે કલબ યુવી દ્વારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે.  શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા સાંસ્કૃતીક કલબ યુવી દ્રારા સતત દસમાં વર્ષે  સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. ત્રીજા નોરતે ખૈલૈયાઓ અને દર્શકોની ભીડ જામી હતી.

કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે ઈટાલીકા ગુ્રપના શૈલેષભાઈ વૈષ્નાણી, સરગમ કલબના ગુણુભાઈ ડેલાવાળા, નંદલાલભાઈ માંડવીયા, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ એન્ડ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટીઝ ના પ્રમુખ નલીનભાઈ ઝવેરી, કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર, ગંગા બાય ફીટીંગના જીમ્મીભાઈ ટીલવા, સર્વોદય સ્કૂલના ભરતભાઈ ગાજીપરા વગેરેએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો ૯હાવો લીધો હતો. કલબ યુવી નવરાત્રીના ત્રીજા નોરતે અમરેલી જી૯લાના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, કોગ્રેસ અગ્રણી મીતુલ દોંગા, યુવા અગ્રણી અમીતભાઈ ભાણવડીયા, મહેશભાઈ રાજપુત તથા જશવંતસિંહ ભટ્ટી અતીથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં કલાકારોએં સિંગર તરીકે દેવભટ્ટ, મયુર બુઘ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન સોલંકી, મીનાક્ષી વાઢેર, રીધમીસ્ટ તરીકે નાસીર, ઓકટોપેડ પર ફીરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટ માં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા જનકભાઈ શુકલ, સહીતના રપ કલાકારોનો કાફલો કલબયુવીના ખૈલૈયાઓને પ્રાચીન-અર્વાચીન, દેશભકિત, ના ગીતો પર સુર તાલનું ભવ્ય સામા્રજય સર્જી સૌને એક તાલે મન મુકી ડોલાવ્યા હતા. ખૈલૈયાઓને પ્રોત્સાહીત ઈનામો આપ્યા હતા. મહોત્સવમાં  મેદાનમાં ખૈલૈયાઓને રમવા માટે સમથળ મેદાનમાં સિંગલ પીસ નેટ બિછાવવામાં આવી છે.

કલબ યુવીમાં ત્રીજા નોરતે ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ સોળીયા યતી, શરખેડી વૈષ્ણવી, ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે લાડાણી ખુશ, ધરસંડીયા દર્શીત, ચિ૯ડ્રન પ્રિન્સેસ તરીકે ફળદુ શૈલી, ભાલોડી ખુશી, ચિ૯ડ્રન પ્રિન્સ તરીકે ઝાલાવાડીયા તીર્થ, દુદાણી વિશ્વ, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે પટેલ ધુ્રવી, વરમોરા હેમા, ધેવરીયા રુચી, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે કાલરીયા દેવેન્દ્ર, રાનીપા જયદીપ, લાડાણી ભૌતીક, પ્રિન્સેસ તરીકે વાછાણી રાજવી, બુટાણી પીનલ, કનેરીયા દેવાંશી, પ્રિન્સ તરીકે રામાણી ધવલ, અધેરા રવિ, ડેડાણીયા રજનીશ વિજેતા બન્યા હતા. કલબ યુવીમાં ત્રીજા નોરતે દિલીપભાઈ લાડાણી, સમીરભાઈ વાછાણી, દિલીપભાઈ રબારા, કલબ યુવીના ડાયરેકટર જીવનભાઈ વડાલીયા, સહીતના મહાનુભાવોએ વિજેતા ખેલાડીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.(૩૭.૧૩)

(4:02 pm IST)