Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સહિયર રાસોત્સવમાં ડાકલા - ટીટોડોની ધમાલ ઉપર ઝુમતુ યુવાધન : લાખેણા ઈનામો

રાજકોટ : સહિયર માત્ર રાસોત્સવ નહિં, પરંતુ પારીવારીક મનોરંજન છે. જેની જવાબદારી તમામ આયોજનનના મજબૂત ખંભે છે. સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા તથા વાઈસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર દ્વારા તમામ આયોજકોનો આભાર વ્યકત કર્યો. પ્રોજેકટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, વિજયસિંહ ઝાલા, જયદીપ રેણુકા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ કાર્યરત છે.

માતાજીની દિવ્ય આરતી બાદ ગાયક રાહુલ મહેતા, સાજીદ, ચાર્મી રાઠોડે સહિયરના ખેલૈયાઓને ડોકીયુ, ચલતી, અડધી, ડાકલા, ટીટોડો જેવા તાલ પર ફ્રેશ કલેકશન પર ઝુમાવ્યા હતા. ખોડીદાસ વાઘેલાના તાલ સંચાલન સાથે કિબોર્ડ પર દીપક વાઢેર, સાગર માંડલીયા બેન્જો અને ગીટાર પર રવિ ભટ્ટ રંગ જમાવે છે. અનુભવી સંગીત ગ્રુપ ''જીલ એન્ટરટેઈનમેન્ટ''ના સથવારે એન્કર તથા સીંગર તેજસ શિશાંગીયાએ ફાઈનલ રાઉન્ડમાં જાગો ભવાની સ્તુતિ ગાઈ દિવ્ય વાતાવરણ સર્જયુ હતું.

સહિયરના મહેમાનો રાજભા ચુડાસમા (મામા સરકાર), રૂપલબેન વસાવડા ચુડાસમા તથા મનહરસિંહ ઝાલાએ સહિયરને સફળતાના અભિનંદન આપ્યા હતા. ત્રીજા નોરતે વિજેતા પ્રિન્સ ભાવીન મકવાણા, સુનિલ ઠાકોર, નયન રાજપૂત, વિશાલ ગોહેલ, પ્રિન્સેસ - વૃતિકા સગપરીયા, મીલી સવાણી, હિરવ જોષી પટેલ, કૃતિ વ્યાસ, વેલ ડ્રેસ - બ્રિજેશ જોષી, જાનવી પરમાર, જુનિયર પ્રિન્સ - સુજલ બુદ્ધભટ્ટી, રક્ષીત પટેલ, જુનિયર પ્રિન્સેસ - શ્રેયા મકવાણા, દિપા જોષી, વેલ ડ્રેસ હર્ષિત સવજાણી, ધ્રુવી પટેલ અગ્રેસર થયા હતા.

વિજેતાઓને સહિયરના મહેમાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી. એચ. જાડેજા (ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ), વિજયસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા (આર. કે. સિકયોરીટી), અમરભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, અલ્પાબા જાડેજા, જુલીબેન, એડવોકેટ રાજુભાઈ વાગડીયા તથા રેખાબેન, મનીષભાઈ તથા નયનાબેન, બી. આર. ઝાલા, નોટી ગાઈઝના શ્વેતાંગભાઈ તથા નિશાબેન અભિષેકભાઈ  રાદડીયા પરીવાર, નિકુંજભાઈ પીપળીયા, હિસલબેન પીપડીયા, અશ્વિનસિંહ જાડેજા, ધવલભાઈ સુચક, ભાવેશ રામવન (અતુલ મોટર્સ), પુષ્પરાજસિંહ ગોહેલ, દર્શનસિંહ સરવૈયા, મયુરસિંહ ઝાલાના હસ્તે ઈનામો અપાયા હતા.

સહિયર રાસોત્સવનું જીવંત પ્રસારણ જીટીપીએલની ચેનલ ન - ૮૭એચ પર થઈ રહ્યું છે. ઉપરાંત સહિયર કલબની યુ ટ્યુબ ચેનલ પર બે દિવસના રાસોત્સવ લોન્ચ થઈ ચૂકયા છે. દર્શકોને યુ ટ્યુબ પર રાસોત્સવ નિહાળવા પણ અનુરોધ કરાયો છે.(૩૭.૧૮)

(4:01 pm IST)