Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દાંડીયા રાસ સાથે માતૃશકિત વંદના- કડવા પટેલ મહિલા શોશ્યલ ગ્રુપની પહેલ

રાજકોટ : કડવા પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ દ્વારા ધમસાણિયા કોલેજમાં દાંડિયા-રાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૧ વર્ષ થી ૭૫ વર્ષની ૨૦૦ બહેનોએ ભાગ લીધો હતો. ૩૦ ઇનામો આપવામાં આવ્યાં હતાં માતૃશકિત વંદનાનો કાર્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યો હતો જેમને ફકત દીકરીઓ જ હોય તેવી માતાઓનું સંસ્થાએ સન્માન કર્યુ હતું દાતાશ્રીઓમાં (બાન લેબ) ના મોૈલેશભાઇ ઉકાણી, ગેલેકસી ડેકોરેશનના કિરણભાઇ પટેલ, કલાસીક કન્સ્ટ્રકશનનાં સ્મિતભાઇ પટેલ, ઘનશ્યામભાઇ, સિતેષભાઇ, સનફોર્જના નાથાભાઇ કાલરિયા, ઇશ્વરભાઇ કાલરિયા વગેરેએ સંસ્થાને ખૂબ પ્રોત્સાહન આપ્યુ હતું.

મહેમાનોમાં મહેન્દ્રભાઇ ફળદુ, સુરેશભાઇ ઓગણજા (પટેલ કોમ્પ્યુટર), કાંતિભાઇ ઘેટીયા, ગોૈતમભાઇ ધમસાણિયા, પરસોતભાઇ ફળદુ, ભોરણીયાભાઇ, પ્રો. પનારા સાહેબ, હરેશભાઇકલોલા, સુરેભાઇ વડાલિયા વગેરેએ હાજરી આપી હતી. બોલબાલા ચેરીટેબરલ ટ્રસ્ટના જયેશભાઇએ પણ અમારી પ્રવૃતિનેબિરદાવી હતી. આગેવાન બહેનોમાં યુ.વી.કલબ ના વિમેન્સ વિંગના જોલીબેન ફળદુ, જયાબેન કાલરિયા, પ્રભાબેન પટેલ, સીદસર સંગઠનનાં સરોજબેન મારડીયા, વર્ષાબેન માકડિયા, ભાવનાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ચેતનાબેન માકડિયાએ કર્યુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સુનીતાબેન પટેલ તથા કારોબારીના અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (૩.૧૦)

(4:01 pm IST)