Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

બાલભવન મેદાનમાં સોમવારથી દુર્ગા મહોત્સવ

અનોખા રૂપથી શોભતી મા દુર્ગાની વિરાટ મૂર્તીનું બંગાળી કારીગરો દ્વારા સર્જનઃ રામકૃષ્ણ આશ્રમના સ્વામીજીની ઉપસ્થિતીમાં થશે બોધન, આગમની અને અધિવાસની વિધિઃ ૧૯મી સુધી દરરોજ પુની અને સાંસ્કુતિક કાર્યક્રમોઃ ઘર્મ પ્રેમીજનોને દર્શનનો લાભ લેવા બંગાળી એસો. દ્વારા જાહેર અનુરોધ

રાજકોટ, તા.૧૪: બંગાળી એસોસીએશન, રાજકોટના પરિવારો દ્વારા તા. ૧૫ થી તા.૧૯ દરમ્યાન રાજકોટ મુકામે બાલભવન, નરભેરા ઓપર એર થીયેટર(રેસકોર્ષ) ખાતે ૪૬મો દુર્ગા મહોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

આ પ્રસંગ્રે દેવી પુજાના સાત પ્રકારના ખાસ કલ્પ હોય છે. તે પૈકી પહેલા કલ્પ માં તા.૧૫ બોધન પુજા-આગમની છે. આર્દ્રા  નક્ષત્રમાં આ બોધન એટલે ઉદબોધન- દેવી દુર્ગાના આગમનની તૈયારી રૂપે પુજા અર્ચના કરવી તેવું થાય છે. આખાયે ભારત વર્ષમાં આ દુર્ગા મહોત્સવ ખુબજ ધામિક વિધિવત પુજા દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન સવાર-સાંજ પુજા-અર્ચના, અંજલી અને સંધ્યા આરતી દ્વારા સમગ્ર માહોલને ભકતિમય બનાવવામાં આવે છે. જાણે કે બંગાળની સંસ્ક્રતિ રાજકોટ અને આખાય ગુજરાત ભરમાં ઉભરી આવેલ હોય તેવો ભકિતમય માહોલનો અહેસાસ થયો હોય છે.

આ મહોત્સવ નિમિતે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજી મહારાજ દ્વારા તા.૧૫ના સોમવારે રાત્રીના ૮:૩૦ કલાકે મહોત્સવના પ્રારંભમાં શ્રી શ્રી મા દુર્ગાની સ્તૃતિ અન્વયે એક ધાર્મિક પ્રવચન રાખવામાં આવેલ છે. સર્વે જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. સાથોસાથ શ્રી મા દુર્ગાના આગમને વધામણી કરવા પુજા વિધિ રાખવામાં આવેલ છે. જેને બોધન, આગમની, અધિવાસની વિધિ કહેવાય છે.

મા દુર્ગાની અજોડ પ્રતિમા (મૂર્તિ) રાજકોટમાં જ કોલકતાથી આવેલ ખાસ કારીગર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ વખતે મા દુર્ગાની મૃર્તિને અનોખુ રૂપથી તૈયાર કરવામાં આવેલ છે. આ ઉત્સવ દરમ્યાન બંગાવી પરિવારો દ્વારા તા.૧૬થી ૧૮ દરરોજ સાંજના ભાગમાં વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. સાથે સાંજના ભાગમાં વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. સાથો સાથ રમત-ગમત તથા ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવે છે.

તા. ૧૯ના શુક્રવારે દશેરા નિમિતે શ્રી શ્રી મા દુર્ગામાની મૂતિનું વિસર્જન બપોરના ૪ વાગ્યે કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવામાં બંગાળી એસોસીએશન રાજકોટના હોદેદારો સર્વ શ્રી દીલીપ સરકાર (મો. ૯૮૨૪૨, ૩૮૮૩૬, ૯૪૨૭૧૫૯૦૭૩)(પ્રમુખ) અતનુ દતા(ઉપપ્રમુખ) દુર્ગેશ કુમાર નાથ (મા.મંત્રી), દિપક દાસ (જોઇન્ટ સેક્રેટરી), સુકુમાર ઘોષ (જોઇન્ટ સેક્રેટરી), અભિજીત બકસી, (ટ્રેઝરર), તેમજ અશીમ ચેટજી, શ્યામલ સાસમલ, સાંસ્કુતિક કાર્યક્રમમાં મહિલા સભ્યોમાં શ્રીમતિ કનિકા ભટ્ટ, છંદા પાલ, ડો. સુશ્મિતા ગાંગુલી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સાર્વવનિક દુર્ગા મહોત્સવનો લાભ લેવા રાજકોટની ધર્મપ્રેમી જનતાને બંગાળી એસોસીએશન દ્વારા હાર્દીક નિમંત્રણ પાઠવવામાં આવે છે.(૨૨.૯)

(3:57 pm IST)