Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

રોમાંચક મુકાબલામાં ટાઈઃસુપર ઓવરમાં એસબીઆઈ ચેમ્પિયન બન્યુ

રાજકોટઃ RCCL 2018 રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજ સમઢીયાળા ગ્રાઉન્ડમાં થયું હતું.  RCCL  એ રાજકોટની વાણિજ્યક સંસ્થાઓ વચ્ચે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં અમુલ ઇન્ડસ્ટ્રીઝ, આઈ આઈ આઈડી કીચ, પટેલ બા્સ, રાધે ગ્રુપ ઓફ એનર્જી, સિનર્જી હોસ્પિટલ અને એસબીઆઈ સહિત કુલ ૬ કોપોરેટ ટિમો એ ભાગ લીધો હતો. જેનો ફાઇનલ મેચ  SBI  અને સિનર્જી હોસ્પિટલ વચ્ચે યોજાયો હતો. ફાઇનલ મેચમાં ટિમ સિનર્જી હોસ્પિટલ  પહેલી બેટિંગ કરી ૧૨૭ રન કર્યા હતા. ટિમ  SBI  એ પણ ૨૦ ઓવરના અંતે ૧૨૭ રન કરતા મેચ ટાઈ મા પરિવર્તિત થઈ હતી. ખૂબ જ રોમાંચિત મુકાબલા નો નિર્ણય કરવા સુપર ઓવર રમાડવામાં આવી હતી. જેમાં ટિમ એસબીઆઈનો  શાનદાર વિજય થયો હતો... કપ્તાન ચિંતન માંડવીયા ને વિજય ટ્રોફી એનાયત કરવામાં આવી હતી રાકેશભાઈ ધ્રુવ ને મેન ઓફ ધી સિરીઝા ટ્રોફી થી નવાઝવામાં આવ્યા હતા. કપ્તાન ચિંતન માડવીયા એ જીતના અંતે રાજકોટ ક્ષત્રેના  DGM શ્રી વિજય ગોયલ નો આભાર માન્યો હતો,  SBI વતી અરુણભાઈ દવે એ વિજયી સુપર ઓવર નાખી હતી ટિમ ના અન્ય ખેલાડીઓ પ્રતીક, રવિત , જયેશ, મંઝુર, ધવન, રાજ જય, નિલેશ, મનહર, દિપક, પ્રશાંત, આશિષ, હાથી સર તેમજ ભાણા નો સહ-વિશેષ આભાર માન્યો હતો. તેજ રીતે ટીમ સિનર્જી હોસ્પિટલ નો ઉત્સાહ વધારવા નામાંકિત ર્ડાકટર વિશાલા પોપટાણીએ હાજરી આપી હતી. આખી ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે પટેલ બ્રાસ વતી કેતનભાઈ પાનસૂરિયા એ જહેમત ઉઠાવી હતી. (૪૬.૨)            

(3:47 pm IST)