Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

શ્રીનાથજી ચરિતામૃત કથાની તૈયારી અર્થે મોઢવણિક મહિલા મંડળની મીટીંગ

રાજકોટ : આગામી તા ૨૮ થી ૧ નવેમ્બર વલ્લભકુળના પ.પૂ.ગોૈ.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી બાવાનમ સ્વમુખે (ચંપારણના ગ્રહાધિપતિશ્રી) સંગીતના સથવારે શ્રીનાથજી ચારિત્રામૃત કથાનું '' વ્રજધામ'' અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, બીગ બજાર સામે, વિશાળ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર મોઢ વણિક જ્ઞાતિ સહિત તથા કથા રસીકોને કથા રસપાન કરવા જાહેર નિમંત્રણ છે. કથા પ્રારંભ મધુબેન મારવાડીના નિવાસ સ્થાનથી વર્ણાગી સ્વરૂપ ેશોભાયાત્રા તા. ૨૮ ના રવિવારે. બપોરે ર.૩૦ કલાકે સીલ્વર હાઇટ, નાના મોૈવા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, મારવાડી ફાઇનાન્સ સામેથી વાજતે ગાજતે... બેન્ડ-વાજાના સુમધુર ભકિત સંગીતના સથવારે, કળશધારી બાળાઓ અને બગી ગાડીમાં બિરાજમાન શ્રી દ્વારકેશલાલજી બાવાશ્રી સાથે શહેરના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ જોડાઇને કથા સ્થળ વ્રજધામ ખાતે પહોંચશે. કથામાં મુખ્ય મનોરથી શ્રી કોકીલાબેન ધીરૂભાઇ મુછાળા (નિવૃત આસીસ્ટન્ટ જજ ના ધર્મપત્નિ, મધુબેન હરકિશનભાઇ મારવાડી (મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લી.) એ ધર્મલાભ લીધો છે. બન્ને દ્વારા દીપ પ્રાગ્ટય કરાવવામાં આવશે ને વિધિવત કથા પ્રારંભ કરવામાં આવશે.કાર્યક્રમને આખરી ઓપ આપવા તાજેતરમાં સોૈરાષ્ટ્ર હાઇસ્કુલના મધ્યથિ ખંડમાં કાર્યકર્તા ભાઇઓ તથા દાતાઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આયોજન અંગે  વિસ્તૃત અહેવાલ વ્યવસ્થાપક કમીટી તરફથી આપવામાં આવેલ. મીટીંગના પ્રારંભમાં સર્વ દાતાઓ તથા કાર્યકર બહેનોને શ્રીમતી ગીતાબેન એ. પટલે આવકારી શબ્દ પુષ્પ વડે સ્વાગત કરેલ. રૂા ૧૧૦૦૦ ની ન્યોછાવરથી લઇને મુખ્ય મનોરથીનું ઉપરણા આોઢાડીને અભિવાદન કરવામાં આવેલ. મીટીંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ. સાતેય મોઢવણિક જ્ઞાતિનાં મંડળનાં પ્રમુખ-મંત્રીશ્રી તથા હોદેદારો ખાસ ઉપસ્થિત રહી જ્ઞાતિ સંગઠન ભાવનાના દર્શન કરાવેલ. મીટીંગ માટે નિઃશુલ્ક સોૈરાષ્ટ્ર હાઇસ્કુલના હોલ આપવા બદલ મુકેશભાઇ દોશીનો અને બાકી તમામ દાતાઓનો જાહેર આભારની લાગણી વ્યકત કરાઇ હતી. મીટીંગનું સંચાલન સેવાભાવી મુકેશભાઇ દોશી તથા અશ્વિનભાઇ પટેલેે કરેલ. પ્રેસ નોટ સેવા અશ્વિનભાઇ પટેલે આપેલ (મો.નં.૯૪૨૮૨ ૦૧૦૬૨). આભાર વિધી  શ્રીમતી પ્રવિણાબેન  દિલીપભાઇ પટલેે કરેલ તેમ મંડળની યાદીમાં જણાવાયું છે. (૩.૮)

(3:46 pm IST)