Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

શ્લોગન સ્પર્ધામાં ગીતા ભટ્ટ અને દેશભકિત ડાન્સ સ્પર્ધામાં હેતસ્વી ભટ્ટ વિજેતા

રાજકોટ મહાનગરપાલિકા અને વી કેન... ગ્રુપ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકોટમાં આવકારવા માટે શહેરના કિસાનપરા ચોક ખાતે ત્રિદિવસીય અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વચ્છતા વિશેની શ્લોગન સ્પર્ધામાં અકિલાના પત્રકાર તુષાર ભટ્ટના પત્નિ ગીતા ભટ્ટે બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે તેમની સુપુત્રી હેતસ્વી તુષાર ભટ્ટે દેશભકિત ડાન્સ સ્પર્ધામાં સોલો વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેઓને અંતિમ દિવસે ઈનામ અર્પણ કરાયુ હતું. આ તકે વી કેન... ગ્રુપના ટ્રસ્ટી ડો. પિનાબેન કોટક સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.(૨.૨૨)

(11:59 am IST)