Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

માર્કેટ યાર્ડ પાસે રીક્ષામાં જતી વખતે થેલામાં બાઇકનું હેંડલ ભરાઇ જતા સુરતનો પટેલ છાત્ર ફંગોળાયોઃ મોત

આજીડેમ પાસે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો ધ્રુવીલ પટેલ સુરત જવા નિકળ્યો'તો

રાજકોટ તા.૧૩: માર્કેટ યાર્ડ પાસે રીક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડીએ જઇ રહેલા પટેલ છાત્રના થેલામાં સામેથી આવતા બાઇક ચાલકનું હેંડલ ભરાઇ જતા ફંગોળાઇ જતાં સુરતના પટેલ છાત્રનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સુરતનો વતની હાલ, રાજકોટ આજીડેમ ચોકડી પાસે આવેલી ગેલેક્ષી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો ધ્રુવીલ વિનોદભાઇ વનાણી (ઉ.વ.૧૬) (પટેલ)ને નવરાત્રીનું વેકેશન હોઇ, તેથી તે સુરત જવા માટે ગઇકાલે આજીડેમ ચોકડીએથી જી.જે. ૩ બીયુ -૩૫૨૦ નંબરની  રીક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડીએ જતો હતો. ત્યારે માર્કેટયાર્ડ સર્ર્વિસ રોડ પર સામેથી અજાણ્યા બાઇક ચાલકના બાઇકનું હેન્ડલ  છાત્ર ધ્રુવીલે ખભે ટીંગાડેલા થેલામાં બાઇકનું હેન્ડલ ભરાઇ જતા પટેલ છાત્ર રીક્ષામાંથી ફંગોળાઇ ને પટકાતા તેના પર બાઇક પડતા બાઇકના હેન્ડલની ડાંડી કમ્મરના ભાગે ઘુસી જતા તેનું તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ધ્રુવીલ બેભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પિતા સુરતમાં હીરાઘસુ છે. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ નરેન્દ્રભાઇ ચાવડા તથા રાઇટર દીગુભા રાણાએ સ્થળ પર પહોંચી મૃતકના પિતા વિનોદભાઇ માધવજીભાઇ વનાણી (ઉ.વ.૪૫) (રહે. સુરત લક્ષ્મીનારાયણ સોસાયટી) ની ફરિયાદ પરથી બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ આદરી છે.(૧.૮)

(11:59 am IST)