Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સ્કુલો - ખાનગી કલાસમાં બાળકોને તેડવા ગયેલા વાલીઓ પણ ફસાયા

રાજકોટઃ શહેરમાં ગઇકાલે મોડી રાતથી એકધારો વરસાદ ચાલુ રહયા બાદ આજે ૭ વાગ્યાથી મેઘરાજાએ એકદમ રોંદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ સવારથી બપોરે ૧ થી ૧:૩૦ વાગ્યા સુધી એકધારો સતત વરસાદ ચાલુ રહયો હતો. તો સવારે શાળાએ અને કલાસીસમાં ગયેલા બાળકોને ઘરે પરત કરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. એક વાલીએ અકિલાને ફોન કરી જણાવેલ કે બપોરે હું મારા બાળકોને કલાસીસમાંથી કારમાં તેડવા ગયા બાદ નાના મૌવા રોડ ઉપર ખુબ જ પાણી ભરાઇ ગયા હોય  આ વાલી ત્યાંજ ફસાઇ ગયા હતા લોકોએ પણ કહયું કે આગળ ખુબ જ પાણી હોય વાહન જઇ શકે તેમ નથી.  આ લખાય છે ત્યારે ૨ વાગે પણ ત્યાંજ ફસાયેલા હોવાનું જણાવેલ

(4:05 pm IST)