Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટ-કાલાવડ રોડ બન્ને બાજુથી બંધ કરાયોઃ બ્રીજ ઉપરથી પાણી જાય છે

ભારે વરસાદના પગલે ન્યારી ડેમના પાટીયા ખોલાતા ચારેકોર પાણી પાણી...

રાજકોટ :.. લોધીકા પંથકમાં ભારે વરસાદના કારણે ન્યારી ડેમના પાટીયા ખોલાતા રાજકોટ-કાલાવડ રોડ ઉપર બાલાજી બ્રીજ ઉપર પાણી ફરી વળતા રાજકોટ-કાલાવડ રોડ ઉપર કોઇ આકસ્મીક ઘટના ન બને તે માટે રાજકોટ-કાલાવડ રોડ બન્ને બાજુથી બંધ કરી દેવાયો છે. કાલાવડ રોડ ઉપર બાલાજી ફેકટરી પાસેના બ્રીજની બન્ને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમ લોધીકાના પી. એસ. આઇ. કે. કે. જાડેજાએ જણાવ્યું હતું પુર પાણી ઓસર્યા બાદ આ રસ્તો પૂર્વવત કરાશે.

(4:03 pm IST)