Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

''સિલ્વર પાર્ક કા રાજા'' ગણેશ ઉત્સવઃજે. કે. મોટર્સ દ્વારા ટ્રસ્ટને બોલેરો વાહન અર્પણ

રાજકોટઃ નવલનગર-૧૯, સિલ્વર પાર્ક ખાતે સિલ્વર યુવા ગૃપ દ્વારા ''સિલ્વર પાર્ક કા રાજા'' ગણેશ સ્થાપન કરાયું અને ટ્રાફીકને નડતર રૂપ ના થાય અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપી બીનજરૂરી પ્લાસ્ટીકનો ઉપયોગ ના થાય તે રીતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. અને ઇકોફેન્ડલી માટીની મુર્તિ તેમજ ભાતીગળ શુશોભન કરવામાં આવેલ છે. અને દરરોજ સવારે ૮-૦૦ કલાકે અને સાંજે ૮-૧પ કલાકે મહાઆરતી કરવામાં આવે છે અને અનેક વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ તકે ગણેશ સ્થાપનની સાથે સિલ્વર સાથે સિલ્વર પાર્કના રહેવાસી અને અગ્રણી દાતા જે. કે. મોટર્સવાળા ભરતસિંહ બારડ દ્વારા શ્રી સતસેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટને નીરાધાર અસ્થિર મગજના લોકોની સેવા કરવા માટે ''ગાંડાની મોજ'' બોલેરો ગાડી (વેન) અર્પણ કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાત્રીસ વર્ષથી રજડતા-રખડતા ગાંડાઓની સેવા કરવામાં આવે છે. આ તકે શ્રી સતસેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટના વિષ્ણુભાઇ ભરાડ, કિરીટભાઇ પટેલ, કાંતીભાઇ ભુત, વિભાભાઇ ભરવાડ, શ્રી જનકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સવજીભાઇ મૈયડ, પીપળીયા હનુમાન સત્સંગ મંડળના પ્રમુખ ચંદુભાઇ મૈયડ વિગેરે હાજર રહ્યા હતા. ''સિલ્વર પાર્ક કા રાજા'' ગણેશ મહોત્સવમાં સિલ્વર યુવા ગૃપના રીન્કુ મૈયડ, વિમલ ડાંગર (એડવોકેટ), લખન સિધ્ધપુરા, શનિ મૈયડ (વીટીવી રીપોર્ટર), કિરીટ મૈયડ, સુનીલ સુરાણી, મયુર બારડ, વિક્રમ વાંક, સાવન સોંડાગર, પ્રફુલ વ્યાસ, કૃષ્ણકાંત ત્રિવેદી, શૈલેષ ચુડાસમા, મુકેશ મૈયડ, અનિલ સિધ્ધપુરા, પિયુષ સોંડાગર, ચેતન ચાવડા, શૈલેષ ખિમાણીયા, જીતેશ લાલચેતા, ભાવેશ ચુડાસમા, દિપક મૈયડ, સંદીપ કટારીયા, દિનેશ ગોસ્વામી, જીતેશ મૈયડ, સંજય ભાયાણી, પાર્થ મૈયડ, કેતન મૈયડ, મનિષ મૈયડ, મયુર મિયાત્રા, મુકેશ સિધ્ધપુરા ભરત સોલંકી, દિપકસિંહ જાડેજા, વિપુલ ડાંગર, રવિ કોઠીવાર (મચ્છર), હદેવ ચાવડા, દિપક રૂડકીયા, અશોક મિયાત્રા, જયરાજસિંહ સિંધવ, હર્મીન પટેલ, કાર્તિ ધોળકીયા, લાલો મૈયડ (ડોલુ), મોન્ટુ સિધ્ધપુરા, સાગર કારેલીયા, કેવીન મૈયડ, દેવેન મૈયડ, માનવ સિધ્ધપુરા, અક્ષય વ્યાસ, ભાર્ગવ ચાવડા, વિવેક કટારીયા, જય લાલચેતા, ઓમ કટારીયા, ધ્રુવ સિધ્ધપુરા, પ્રણવ વ્યાસ, મયુર વ્યાસ, દેવાંગ વ્યાસ, મિત ગોસ્વામી, વિરાટ બાણુગરીયા, સૌમિલ ગોંડલીયા, જય ઇન્દ્રોલીયા પ્રયાગ ત્રિવેદી વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(3:51 pm IST)