Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

૫-૧૦ નહિ, ૫૦ ગુનામાં સંડોવણીઃ બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો

હાલમાં ત્રણ અલગ અલગ ગુનામાં પકડાયો હતોઃ અગાઉ ૧૧ વખત પાસામાં જઇ આવ્યો હતોઃ પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલની ટીમોએ બજવણી કરી

રાજકોટ તા. ૧૩: રાજકોટ અને સોૈરાષ્ટ્રભરમાં મોટા બુટલેગરની છાપ ધરાવતાં    હર્ષદ ઉર્ફ મહાજન નામના બૂટલેગરને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે અમદાવાદ જેલહવાલે કરવા આદેશ કર્યો છે. આ બુટલેગરની પાસાની આ બારમી યાત્રા છે.

હાલ ભવાની ચોક વૃંદાવન પાર્ક-૧ વાઘેશ્વરી કૃપામાં રહેતાં હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ માંડલીયા (સોની) (ઉ.વ.૪૩)ને છેલ્લે પડધરી પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ડીસીબી તથા ભકિતનગર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં પકડવામાં આવ્યો હતો. આ શખ્સને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં મુકવામાં આવતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મંજુર કરી તેને અમદાવાદ જેલહવાલે કરવા આદેશ કર્યો હતો.

હર્ષદ ઉર્ફ મહાજન વિરૂધ્ધ અત્યાર સુધીમાં દારૂ-મારામારીના ૫૦  જેટલા ગુના નોંધાઇ ચુકયા છે. તે અગાઉ પણ ૧૧ વખત અલગ અલગ જેલમાં પાસાની હવા ખાઇ ચુકયો છે. વોરન્ટ બજવણીની કામગીરી ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી, પીસીબી પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ આર. જે. કામળીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, મેસુરભાઇ કુંભરવાડીયા, વાલજીભાઇ જાડા, કલ્પેશભાઇ ચાવડા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા, પડધરીના યુવરાજસિંહ, રૂરલ એલસીબીના રવિભાઇ બારડ, પીસીબીના રાજુભાઇ દહેકવલા, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ કરી હતી.

(3:48 pm IST)