Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સિવિલ હોસ્પિટલમાંથી બાઇક ચોરીને ફેરવતો ગારીડાનો અરવિંદ પકડાયો

એરપોર્ટ રોડ પોલીસે બામણબોર રસ્તેથી પકડ્યો

રાજકોટ તા. ૧૩: બામણબોર ગામથી ગારીડા ગામના જવાના રોડ પાસેથી ગારીડા ગામના અરવીંદ છનાભાઇ કુંભાણી (કોળી) (ઉ.વ.૩૦)ને ચોરાઉ હોન્ડા સાથે એરપોર્ટ પોલીસે પકડી લીધો છે.

બામણબોર-ગારીડાના રસ્તેથી ગારીડાના અરવિંદને નંબર પ્લેટ વગરના બાઇક સાથે બાતમી પરથી પકડી લઇ પુછતાછ કરતાં તે યોગ્ય જવાબ આપતો ન હોઇ આ વાહનના એન્જીન-ચેસીસ નંબર પોકેટકોપ એપથી સર્ચ કરતાં આ વાહનના માલિક રમેશભાઇ મગનભાઇ વાઘેલા (રહે. શાપર-વેરાવળ તા.કોટડા સાંગાણી)નું હોવાનું જણાતાં અને આ વાહન ગત ૩૧/૭ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી વોર્ડ પાસેથી ચોરાયાનું ખુલતાં અરવિંદની અટકાયત કરી વાહન કબ્જે લેવાયું હતું. તેનો કબ્જો પ્ર.નગર પોલીસને સોંપવા તજવીજ થઇ હતી.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં  પીએસઆઇ  વી.સી.પરમાર, સ્ટાફના જે.એલ.બાળા, યોગેન્દ્રભાઇ ચોૈહાણ, અશોકભાઇ કલાલક, નરેશભાઇ ઝાાલ, મહાવીરસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા અને કનુભાઇ ભમ્મરે આ કામગીરી કરી હતી.

(3:46 pm IST)