Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પાનસિંગને પિતાએ વતન જવાની ના પાડતાં ઝેર પીધું

કાલાવડના આણંદપરમાં વાડીમાં મજૂરી કરે છેઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૩: કાલાવડના આણંદપરમાં મહેશભાઇની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતા મુળ એમપીના પાનસિંગ કરમસિંગ મોઢક (ઉ.વ.૨૨) નામના યુવાને રાતે બારેક વાગ્યે વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

પાનસિંગ પાંચ બહેન અને ચાર ભાઇમાં સોૈથી નાનો છે. તેને હાલમાં વતન જવું હોઇ પણ પિતાને ના પાડી થોડા સમય પછી જવાનું કહેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(3:46 pm IST)