Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

તલાટીઓ સતાવાર વોટસઅપ ગ્રુપમાંથી નીકળી ગયા

તલાટી મંત્રીઓ આંદોલનના માર્ગ, આવેદન સુપ્રત : ૨૭મીએ પેનડાઉન

રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવચૌધરી અને કલેકટરને પ્રમુખ ચિરાગ ગેરૈયાની આગેવાનીમાં આવેદન અપાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા.૧૩: ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ મુજબ રાજયના તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્નો માટે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કર્યા છે. રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે આજે કલેકટર અને ડી.ડી.ઓને આવેદન તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે. સરકાર અગાઉનની બાહેંધરીનું પાલન કરે તેવી માંગણી કરી છે.

૨૦૦૪-૦૫ની ભરતીના તલાટી મંત્રીની નોકરી સળંગ ગણવી પાત્રતા ધરાવતા તલાટી -મંત્રીઓને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો. તલાઠી મંત્રીઓને વિસ્તરણ અધિકારી અને નાયબ ચીટનીસ તરીકે બઢતી આપવાની જોગવાઇ કરવી, રેવન્યુ તલાટી કેડરને પંચાયત તલાટી કેડરમાં વિલિન કરવી, ઇ-ટીએએસ કે અન્ય પધ્ધતિથી તલાટી મંત્રીની ફરજની હાજરી પુરવી તેવો નિર્ણય રદ કરવો. ફેરબદલીથી પોતાના વતનમાં કે પસંદગીના જિલ્લામાં જવા માંગતા તલાટીઓને થતો અન્યાય દૂર કરવો વગેરે મુદ્દાઓનો માંગણીમાં સમાવેશ થાય છે. આગામી ૧૨ ઓકટોબરે ગાંધીનગરમાં સત્યાગ્રહ કરતા પ્ૂર્વે નીચે મુજબ કર્યાક્રમો જાહેર કરાયેલ છે.

તા. ૨૭/૯/૨૧ને સોમવારે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ કરશે.

તા. ૧/૧૦/૨૦૨૧ને શુક્રવારે રાજ્યનાં તમામ તલાટી મંત્રીઓ માસ સી.એલ. મુકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવો કરશે. તથા તે દિવસ  તા. ૧/૧૦/૨૦૨૧થી જ રાજ્યના તમામ તલાટી મંત્રીઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરીનો તલાટી મંત્રી કેડરનાં પડતર પ્રશ્નોનું નિરાકરણના આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે.

તા. ૭/૧૦/૨૦૨૧ને ગુરૂવારે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ પોતાના જિલ્લા તલાટી મંત્રી મંડળની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે એક દિવસના ધરણાં કરશે.

(3:42 pm IST)