Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મ.ન.પા. દ્વારા કાલે યોજાનાર ફાયર બ્રિગેડની પ્રેકટીકલ પરીક્ષા મોકુફ રખાઇ

રાજકોટ તા. ૧૩: મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની ખાલી પડેલ રપ જગ્યાઓ ભરવા માટે આગામી તા. ૧૪-૦૯-ર૦ર૧ થી તા. ર૪-૦૯-ર૦ર૧ દરમિયાન પ્રેકટીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ.

પરંતુ રાજકોટ શહેરમાં આજરોજ પડેલા અતિ ભારે વરસાદ તેમજ વરસાદની સંભવિત આગાહીને ધ્યાને લેતા, હાલ પૂરતી આ પ્રેકટીકલ પરીક્ષા મોકુફ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ આ પ્રેકટીકલ પરીક્ષાની નવી તારીખ અને વિગતવાર ટાઇમ-ટેબલ હવે પછીથી જાહેર કરવામાં આવશે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા વેબસાઇટ વખતો વખત જોતા રહેવા સર્વે ઉમેદવારોને અનુરોધ કરાયો છે.

(3:39 pm IST)