Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભરપુર વરસાદમાં મોજીલી સવારી, એક સીટવાળી સાયકલમાં ડબલ સવારી !

રાજકોટઃ રાતથી રાજકોટ શહેર સહિત સોૈરાષ્ટ્રમાં ભરપુર વરસાદ વરસી રહ્યો છે. લાંબા દિવસોથી તરસ્યું રાજકોટ શહેર તરબતર થઇ ગયું છે. સવારે થોડા વિરામ બાદ ફરીથી અવિરત મેઘસવારી શરૂ થઇ ગઇ હતી. લોકો ટુવ્હીલર, ફોરવ્હીલર સહિતના વાહનોમાં વરસાદની મોજ માણવા નીકળ્યા પડ્યા હતાં. આ સમયે એક ડબલ સવારીવાળી સાયકલ સોૈના નજરે ચડી હતી. એક જ સીટવાળી આ સાયકલમાં બે જણા સવાર થયા હતાં!...ચાલકની પાછળ એક ટેણીયો પાછલા વ્હીલની ધરીના બોલ્ટ ઉપર ઉઘાડા પગે વગર સીટે ઉભો રહી ગયો હતો. આ સવારી આમ તો જોખમી હતી, પણ વરસાદની મોજ માણવા માટે કદાચ તેણે આ જોખમ ખેડી લીધું હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:37 pm IST)