Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપનાદિનની ઉજવણી

 બેંક ઓફ ઇન્ડિયા રાજકોટ ઝોન દ્વારા સ્થાપના દિવસ નિમિતે આંચલિક કાર્યાલય અને શાખા લેવલે ટ્રી પ્લાન્ટેશન, કોવિડ વેકસીન કેમ્પ, ડાયમોડ કસ્ટમર મીટીંગ, કોવિડ મહામારીમાં જીવ ગુમાવનારાઓના સંબંધીનું સન્માન, હેલ્થ ચેક અપ ગ્રામીણ શાળામાં સ્ટેશનરી વિતરણ    જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. આ પ્રસંગે ઝોનના આંચલિક પ્રબંધક અમરેન્દ્રકુમારે શાખા દ્વારા યોજવમાં આવેલ કોવીડ વેકસીન કેમ્પને રીબીન કાપી ખુલ્લો મુકયો હતો. ઉપાંચલિક પ્રબંધક દિપક રાવલ અને સત્યપાલ સિંઘની ઉપસ્થિતિમાં સ્ટાફ મીટીંગ તથા કસ્ટમર મીટીંગ યોજવામાં આવી હતી. કાર્યક્રમોની શરૂઆત કેક કટીંગ સેરેમનીથી કરાઇ હતી. કોવિડ પ્રોટોકોલના પાલન સાથે યોજાયેલ આ સમારોહનું સમાપન ગ્રાહકો માટે નાનકડા ટોકન ઓફ લવથી કરાયુ હતુ.

(3:34 pm IST)