Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગણપતિ વંદના

ગણનાં પતિ ગણનાથ છે રે લોલ,

ભૂત ભવિષ્ય વર્તમાન જો,

ગણનાં પતિની જય જય હો......

ગણનાં પતિ ભવનાથ છે રે લોલ,

ભવના ફેરા તારનાર જો

ગણનાં પતિની જય જય હો....

ગણનાં પતિ મુળ બ્રહ્મ છે રે લોલ,

મુલના આધાર (મુળાધાર) રહેનાર જો

ગણનાં પતિની જય જય હો.....

રિધ્ધી સિધ્ધીના દાતાર છે રે લોલ,

ઉમા ઇશના છે પુત્ર જો,

ગણનાં પતિની જય જય હો...

ગણનાં પતિ ધર્મ રૂપ છે રે લોલ,

માતૃૃભકિતનું સ્વરૂપ જો,

ગણનાં પતિની જય જય હો....

સંજય નવીનચંદ્ર ત્રિવેદી

મો.૯૮૨૫૨  ૯૩૩૩૦

(12:17 pm IST)