Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સર્વેશ્વેર ચોક ગણેશ મહોત્સવમાં ભુલકાઓ ખીલી ઉઠયાઃ અદ્ભૂત કલા પ્રદર્શન

રાજકોટઃ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાઆરતીમાં પિયુષભાઇ શાહ ધારાશાસ્ત્રી રજનીભાઇ શાહ આસ્થા ગ્રુપ, વિજેશભાઇ શાહ, અતુલભાઇ રાજપરા, હીરેનભાઇ (સાગર સ્ટેશનરી) વિગેરે એ  ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધેલ હતો. ૧૫ વર્ષની નીચેના બાળકો માટે ડાન્સ કોમપીટીશન રાખવામાં આવેલ હતી. જેમાં ૧૫૦ થી વધુ ડાન્સમાં ભાગ લઇ અદ્ભુત કલાનું પ્રદર્શન કરેલ. બે હજારથી વધુ લોકોએ પ્રોગ્રામ નિહાળ્યો હતો. પ્રોગ્રામ પુરો બાદ દરેક બાળકોને મોમેન્ટો અર્પણ કરેલ હતા.  પ્રથમ, દ્વિતીય તથા  તૃતીય આવેલ બાળકોને રોકડ પુરસ્કાર આપેલા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ કેતન સાપરીયાના નેજા હેઠળ અનીલ તન્ના, જતીન માનસતા, અલ્લાઉદીન કારીયાણીયા, આશીષ હીડીચા, બ્રિજેશ નંદાણી, સમીર દોશી, ગુલાબસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, અમિત રાજ્યગુરૂ , હરીરાજસિંહ જાડેજા, રાજુભાઇ નથવાણી (પેડાવાલા) જીવણ સાટીયા, હરેન્દ્ર જાની, ઉપેન્દ્રસિંહ ઝાલા , વિપુલ ગોહેલ (જીણુભા) અને પ્રકાશ પુરોહિત સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:20 pm IST)