Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રવિવારે સુપાર્શ્વનાથ દાદાની ૧૯૩મી ભવ્યરથયાત્રાઃ મૂર્તિપૂજક જૈનનું સંઘજમણ

પ.પૂ.આ.ભ. યશોવિજયજી મ.સા.ની નિશ્રાઃ પાટણનું પ્રખ્યાત શાસ્ત્રી બેન્ડ સ્તવનોની રમઝટ બોલાવશે :પ્રાચિન ચાંદીના રથમાં પ્રભુજી બિરાજમાન થશેઃ રંગોળી, ગહુલીઓ રચાશેઃ ઠેર- ઠેર સ્વાગત

રાજકોટ,તા.૧૩: શહેરના ૧૯૩ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરની રવિવાર તા.૧૫ સવારના ૮:૩૦ કલાકે જૈનોની યશકલગીરૂપ રથયાત્રા શ્રી મણિયાર જિનાલય ચૌધરી હાઈસ્કુલ સામેથી જય જયકાર સાથે શરૂ થશે અને સવારના૧૧ કલાકે શ્રી દાદાવાડી (માંડવી ચોક જિનાલય)- સોની બજારમાં પધારશે. શ્રી સુપાર્શ્વનાથદાદાની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં સહપરિવાર રાજકોટના સમસ્ત જૈનોના પધારવા અને શાસનની શોભા વધારવા- રાજકોટના દરેક મૂર્તિપુજક જૈન સંઘો તથા જિનાલયોના પ્રમુખોએ ભાવભીની અપીલ કરી છે.

શ્રી સુપાર્શ્વનાથદાદા અતિ મુલ્યવાન અતિ પ્રાચિન ચાંદીના રથમાં બિરાજમાન થશે. સાથે ઈંદૂ ધ્વની કલાસીક બેન્ડની સુરાવલી તેમજ ૧૧૧ કળશ ધારી બહેનો દ્વારા સ્વાગત - ૧૪ બગીમાં બિરાજમાન થશે. રાજકોટના દરેક જિનાલયોનો સુપન ના લાભાર્થી પરિવાર સુપન સાથે પધારશે. સંઘ સ્વામિ વાત્સલ્યના મુખ્ય સંખપતી વિવિધતાભરી બગીમાં બિરાજમાન થશે. સંદ્ય જમણના મુખ્ય લાભાર્થી પરિવાર શ્રીમતિ વિમળાબેન દિલિપભાઈ  મહેતા તથા શ્રીમતી ઉમાબેન મહેન્દ્રભાઈ મહેતા- શ્રીમતિ સ્નેહાબેન હિતેશભાઈ મહેતા છે.

આ વખતની રથયાત્રાની વિશિષ્ટતામાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર પાટણનું મશહુર બેન્ડ શાસ્ત્રી બેન્ડ ના ૪૫ થી વધુ સંજીદાઓ સાથે વિવિધતા ભર્યા જૈન સ્તવનોની રમઝટ સાથે પ્રભુ ભકિત કરાવશે.

બપોર ૧૧ વાગે પ્રભુજીને મુખ્ય સંખપતિ હસ્તે થાળ ધરાવી ગુરૂ ભગવંતોના માંગલિક બાદ સંઘ જમણની શુભ શરૂઆત થશે અને રાજકોટમાં વસતા તમામ મુર્તિપુજક જૈનો હર્ષભેર સંઘ પ્રસાદનો લાભ લેશે.

રથયાત્રામાં બિરાજમાન પ્રભુજીને  પ્રદિપભાઈ શાહ (સાંજ સમાચાર), રોયલ પાર્ક સ્થાનકવાસી સંઘના સી. એમ. શેઠ, શ્રી સ્થાનકવાસી મોટા સંઘના  ઈશ્વરભાઈ દોશી, હરેશભાઈ વોરા, ડો.અમિતભાઈ હપાણી, ડો. હિરેનભાઈ કોઠારી, DYSP હિમાંશુભાઈ દોશી , જોઈન્ટ પોલીસ કમીશ્નર અજયભાઈ ચૌધરી તથા રાજકોટના દરેક મુર્તિપૂજક જેન સંઘોના પ્રમુખશ્રીઓ અક્ષતથી વધાવી પ્રસ્થાન કરાવશે.

પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મ. સા. ખાસ ઉપસ્થિત રહી નિશ્રા આપશે. રથયાત્રધામાં ચાંદીના રથમાં ભગવાનને લઈને લાભાર્થી પરિવાર - મુકેશભાઈ ઈશ્વરલાલ દોશી પરિવાર પધારશે. ભગવાનની રથયાત્રામાં પ્રભુજીને પ્રથમવાર સોના-રૂપાનાં ફૂલડા તથા અક્ષતે બરોબર સવારના ૮:૩૦ કલાકે વધાવાશે તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના - પ્રમુખશ્રીઓ– ભગવાનની રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

જૈનોના દરેક ફીરકાની - એકતા રૂપ — આ પ્રભુજીની રથયાત્રામાં જૈનોના દરેક ફીરકાના પ્રમુખો, કારોબારી સભ્યશ્રીઓ , ટ્રસ્ટીશ્રીઓ તથા જૈન શ્રેષ્ઠીઓ, દાતાગણો, મારવાડી સમાજ ઉપસ્થિત રહી શાસનની શોભા વધારશે. વિવિધ શણગાર સજી  ૧૪ બગીઓમાં રાજકોટના દરેક જીનાલયોના ભગવાનના પારણા સાથે બિરાજશે - રથમાં વીરપ્રભુના ચાંદીના પારણા લઈ લાભાર્થીઓ શોભા વધારશે. રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેક ઠેકાણે  રથયાત્રાને વધાવતી વિવિધ ગહુલીઓ,  રંગોળીઓ કાઢવામાં આવશે. રાજમાર્ગના રૂટ ઉપર દરેક ચોકમાં રથયાત્રાને આવકારતી આકર્ષક રંગોળી.૧૧૧ - બેડાધારી બહેનો  કળશ સાથે  એક સરખા કલરની સાડીમાં  રથયાત્રામાં આગળ ચાલી શુકન કરાવશે.

રથયાત્રા  દાદાવાડી સંઘમાં પધાર્યા બાદ  પ્રભુજીના પોખણા શાસ્ત્રોકત વિધિ મુજબ કરવામાં આવશે. ત્યારબાદ ૫.પૂ.આચાર્ય ભગવંતના માંગલિક પ્રવચન - માંગલિક બાદ - સંઘ જમણની શરૂઆત કરવામાં આવશે. રવિવાર તા. ૧૫ના યોજેલ રાજકોટની તમામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોના સંઘ જમણના મુખ્ય લાભાર્થી પરિવાર  મુખ્ય સંઘપતિ જેન શ્રેષ્ઠીવર્ય શ્રીમતી વિમળાબેન દિલીપભાઈ મહેતા તથા શ્રીમતી ઉમાબેન મહેન્દ્રભાઈ મહેતા હસ્તે શ્રીમતી સ્નેહાબેન હિતેશભાઈ મહેતા, પ્રિયા, મિત - (સૌરાષ્ટ્ર રેફીજરેશન) તથા સંઘ જમણના સહાયક દાતા શ્રી સ્વ. અનંતરાય મગનલાલ કામદાર - (હ. ઈન્દિરાબેન એ. કામદાર, રાજકોટ પરિવાર) દ્વારા  ભગવવાને થાળ ધરાવી  સંઘ જમણની શુભ શરૂઆત કરવામાં આવશે.

વર્ષો વર્ષથી પરંપરાગત રીતે  સમસ્ત મૂર્તિપૂજક જૈનોનું સંઘ જમણ  શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા યોજાઈ રહેલ છે. જેમાં જૈન શાસ્ત્રોકત નિયમાનુસાર શુધ્ધ સાત્વિક જૈન ભોજન બનાવવામાં આવે છે. જેની તડામાર તૈયારીમાં સંઘ સેક્રેટરી શ્રી કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જયેશભાઈ દોશી, કેવિન દોશી, શ્રેણિક દોશી, મહાસુખભાઈ રામાણી, નીતિનભાઈ  દેસાઈ (બોબીભાઈ) ની સમગ્રયુવા ટીમ ઉત્સાહભેર તડામાર તૈયારીઓ કરી રહે છે.

સંઘ જમણની સંપુર્ણ જવાબદારી  દિપકભાઈ (ફાઈવ સ્ટાર કેટરર્સ) તથા  કિશોરભાઈ (આરતી કેટરર્સ) એ સંભાળેલ છે. મુખ્ય લાભાર્થી પરિવાર (મુખ્ય સંઘપતિ) તેમજ સહાયક સંદ્યપતિ પરિવારના સુકૃત સહયોગથી આયોજિત થતા સંઘ જમણમાં શ્રી મણિભદ્ર આસ્થા મંડળ,  શ્રી મણિયાર જિનાલયના કન્વીનર  દિલીપભાઈ પારેખની રાહબરી હેઠળ જિનાલયના શ્રાવક / શ્રાવિકાઓએ, યુનિવર્સિટી રોડ જૈન સંઘના યુવાનો, આનંદનગર જેન સંઘના કાર્યકર્તાઓ તથા મારવાડી સમાજના યુવાનો વ્યવસ્થા સંભાળશે. સૌરાષ્ટ્રની ગૌરવરૂપ યોજાતી શ્રી સુપાર્શ્વનાથ દાદાની ભવ્યાતિભવ્ય રથયાત્રા તેમજ પરંપરાગત રીતે યોજાતું જૈનોનું સંઘ સ્વામિવાત્સલ્યમાં રવિવાર તા. ૧૫ના સવારના ૮:૩૦ કલાકે રથયાત્રામાં સમયસર. પધારી - શાસનની શોભામાં વૃધ્ધિ કરવા – જૈનોની જિનશાસન પ્રત્યેની પ્રતિક રૂપ - રથયાત્રામાં પરિવાર સહ પધારવા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ  જીતુભાઈ દેશાઈ (ચા વાળા), ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી, શ્રી જાગનાથ જિનાલયના કન્વીનર તરૂણભાઈ કોઠારી, શ્રી મણીયાર જિનાલયના કન્વીનર  દિલીપભાઈ પારેખ, શ્રી પટ્ટણી જિનાલયના કન્વીનર કેતનભાઈ વોરા – તેમજ દાદાવાડી સંઘના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા  રાજકોટના જૈનોને પધારવા આદરપૂર્વક અપીલ કરવામાં આવે છે.(૩૦.૯)

શ્રી સુપાર્શ્વનાથ દાદાની રથયાત્રાનો રૂટ

મણીયાર જિનાલય , ચૌધરી હાઈસ્કુલ સામેથી શરૂ થઈ જયુબીલી બાગ, પરાબજાર, નાગરીક બેન્ક ચોક, ઢેબર રોડ , ઢેબર ચોક (ત્રિકોણ બાગ), કોર્પોરેશન ચોક , આશાપુરા રોડ , પેલેસ રોડ , કોઠારીયા નાકા થઈ સોની બજાર , માંડવી ચોક, શ્રી સુપાર્શ્વનાથ જિનાલયે પધારશે

(3:49 pm IST)