Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પતિ-પત્નિ વચ્ચેના વિવાદમાં સગીર બાળકની પિતાને મુલાકાત આપવા હુકમ

રાજકોટ, તા.૧૩: રાજકોટમાં દ્વારકેશ્વર સોસાયટી શેરી નં. પ અને શ્રીનગર-૨ની  સામે રહેલા શીતલબેન અશ્વિનભાઇ ડોબરીયાએ તેના પતિ અને સાસુ, સસરા વિરૂધ્ધ ચીફ કોર્ટમાં ઘરેલુ હિંસા હેઠળ કેસ કરીને ભરણપોષણ નુકશાન વળતર વીગેરેની અલગ અલગ દાદો મેળવાના કેસમાં સામાવાળા પતિ અશ્વિનભાઇ લાલજીભાઇ ડોબરીયા, રહે. વીનયનગર, શેરી નં. ૨, પી.ડી.એમ. કોલેજ પાછળ, રાજકોટ એ કરેલી સામી અરજીમા અદાલતે પતિની તરફેણમા વચગાળાનો આદેશ ફરમાવવા અરજદાર શીતલબેન વીરૂધ્ધ એવો હુકમ ફરમાવેલ છે કે, સામાવાળા અશ્વિનભાઇ સગીર પુત્ર''મીહીર'' ને મળવા માટે જયારે કહે ત્યારે મુલાકાત આપવાનો અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરી આપવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત બંને પક્ષો તરફથી દલીલ અને પ્રતી દલીલ થવા બાદ ચીફ જયેડી. મેજી. શ્રી.પી.એન. દવે ઓ સામાવાળા તરફે થયેલ દલીલોને માન્ય રાખી અરજદારે કરેલા કેસમાં સામાવાળાની તરફેણમાં અચર્ચાયેલ ચુકાદા આપી અરજદારે આદેશ ફરમાવેલ છે. કે, ''સામાવાળા જયારે પોતાના બાળકને મળવા કહે ત્યારે મુલાકાત આપવાનો હુકમ ફરમામા આવે છે અને જરૂર વ્યવસ્થા કરી આપવાનો પણ હુકમ કરવામાં આવે છે અને અરજદારને સદરહુ આદેશ ફરમાવી પોતાના અંગત મતભેદોના લીધે સગીર બાળકોનો હથીયાર તરીકે ઉપયોગ કરનાર માતાઓને લાલ બત્તી  સમાન ચુકાદો આપેલ છે.

આ કામમાં એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારધ્યાજ અને તેના એસોસીએશનનાં દીલીપભાઇ પટેલ, ધીરૂભાઇ પીપળીયા, ગૌતમ પરમાર, રાકેશ ભટ્ટ, મેહુલ ઝાલા વગેરે રોકાયેલ હતા.(૨૨.૮)

(4:18 pm IST)