Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

જંગવડના પૂર્વ સરપંચ હંસરાજભાઇ રંગાણીનું બાઇક સ્લીપ થતા મોત

લેઉવા પટેલ પ્રૌઢ વિરનગર જતા હતા ત્યારે અકસ્માત નડયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ, તા. ૧૩ : આટકોટ અને વિરનગર વચ્ચે બાઇક સ્લીપ થતા જંગવડના પૂર્વ સરપંચ લેઉવા પટેલ પ્રૌઢનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જસદણના જંગવડમાં રહેતા પૂર્વ સરપંચ હંસરાજભાઇ જાદવભાઇ રંગાણી (ઉ.વ.પ૦) પોતાનું બાઇક લઇને વિરનગર જતા હતાં ત્યારે આટકોટ નજીક ગ્રીન હોટલ પાસે બાઇક સ્લીપ થતા પટેલ પ્રૌઢને ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક હંસરાજભાઇ બે ભાઇ તથા એક બહેનમાં મોટા હતા. એક પુત્ર અને ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં શોકવ્યાપી ગયો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણ થતાં મૃતકના મિત્ર મનુભાઇ જંગવડ સહિતના રાજકોટ સીવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

(4:15 pm IST)