Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કસ્તુરબા રોડ પર રહેતાં ઋષી ઠાકરે ફિનાઇલ પી ગટગટાવ્યું

જુદા-જુદા લોકો પૈસા માટે હેરાન કરતાં હોવાનું રટણ

રાજકોટ તા. ૧૩: કસ્તુરબા રોડ પર રાઠોડ હોસ્પિટલ પાછળ રહેતાં બ્રાહ્મણ ઋષી રસિકભાઇ ઠાકર (ઉ.૪૧)એ કાલાવડ રોડ આત્મીય કોલેજ નજીક તેની બહેનના ઘર પાસે ફિનાઇલ પી લેતાં મિત્રને જાણ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. સંજયના કહેવા મુજબ તેને એક દિકરી છે. પોતે અગાઉ કલેકશન એજન્સીમાં કામ કરતો હતો. હાલમાં બેકાર છે. તેણે કેટલાક મિત્રો પાસેથી જરૂરિયાત મુજબ પૈસા લીધા હતાં. જે તેને પાછા આપી દીધા છે. આમ છતાં સતત વધુ પૈસાની ઉઘરાણી થતી હોઇ  કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું. પોલીસે તથ્ય તપાસવા વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:13 pm IST)